________________
૧૦૧
વયર, શ્રેઅજયસિંહ, છાડા, અને સેઢા, તેમની પત્નીઓ વસ્તિણિ, રાજલ, છાડુ, ધાંધલદેવી, સુહડાદેવી, અને પુત્રે વરદેવ, ઝાંઝણ, આસા, કઠુઆ, ગુણપાલ, પેથા વગેરે કુટુંબ સાથે શ્રેષ્ઠી છાડા અને સેઢાએ માતા, પિતા, ભાઈ અને પુત્રીઓના કલ્યાણ માટે શ્રી અજિતનાથસ્વામીનું બિંબ દેવકુલિકા સહિત કરાવ્યું અને તેની બૃહદુગચ્છીય શ્રીહરિભદ્રસૂરિના શિષ્ય શ્રીપરમાનંદસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[૨૭] શ્રીનેમિનાથ ભવ ના મંદિરમાં શ્રીસુપાર્શ્વનાથ ભવની મૂર્તિ ઉપર લેખ–
ॐ। संवत् १३३५ मार्ग वदि १३ सामे पोषपुरवास्तव्य • प्राग्वाटज्ञातीयठकर श्रीदेवसावडसंतानीय श्रे० सोमाभार्या जयतुपुत्र सादाभार्या लखमीपुत्र सालिगभार्या (*) कडूपुत्र खिताभार्या लूणीदेवीसहितैन सुपार्श्वबिंब कारितं प्रतिष्ठितं बृहद्गच्छीय श्रीहरिभद्रसूरिशिष्यैः श्रीपरमानन्दसूरिभिः श्रेष्ठिसोमासुत प्रा० छाडाकेन #ારાપિત .
–સં. ૧૩૩૫ ના માગશર વદિ ૧૩ ને સોમવારે પિષપુરના રહેવાસી પોરવાડજ્ઞાતીય ઠકકર શ્રીદેવ સાવડના સંતાનીય શ્રેષ્ઠી સમા, તેની ભાર્યા જયતુ, તેના પુત્ર સાદા, તેની ભાર્યા લખમી, તેના પુત્ર સાલિગ, તેની પત્ની કડૂ, તેને પુત્ર ખેતા, તેની પત્ની લૂણી દેવી સાથે શ્રેષ્ઠી સોમના પુત્ર પ્રા. છાડાએ શ્રીસુપાર્શ્વનાથ ભટ નું બિંબ ભરાવ્યું