________________
છે. ૫ : અચલગઢનાં જૈન મંદિરે રોગ્ય છે. મહારાજા અજયપાલના સ્વર્ગવાસ (વિ. સં. ૧૨૩૩) પછી મહારાજાને સંતુષ્ટ કરીને શ્રી નેમિનાથ પ્રભુજીની મૂર્તિ અને ત્યારપછી કેઈ જેન ગૃહસ્થ અથવા જૈન સંઘે શ્રી મહાવીર ભગવાનની ધાતુની મનોહર મૂર્તિ અનાવરાવીને આ મંદિરમાં મૂલનાયકજીના સ્થાને પધરાવી હશે એમ લાગે છે. શ્રીવીરપ્રભુની આ પ્રતિમા, આ મંદિરમાં મૂલનાયકજી તરીકે ઘણાં વર્ષો સુધી પૂજાતી રહી હેય એમ જણાય છે, અને તેથી જ આ મંદિર શ્રીમહાવીરસ્વામીના મંદિર તરીકે તે કાળમાં બહુ પ્રસિદ્ધિમાં આવ્યું હતું. લગભગ પાંચ સૈકા બાદ (અઢારમી શતાબ્દિમાં કિઈ કારણથી જૈન સંઘે ખંભાતનગરથી આરસની શ્રી. શાંતિનાથ ભગવાનની મનોહર મૂર્તિ લાવીને આ મંદિરમાં મૂલનાયકજીના સ્થાને પધરાવી છે. (જે અત્યારે પણ એ જ સ્થાને બિરાજમાન છે.) મૂળનાયકજીની ફેરબદલી થયા પછી પણ લગભગ એકાદ સૈકા સુધી ઉક્ત શ્રી. વીર પ્રભુની ધાતુની મૂર્તિ આ મંદિરમાં નૂતન મૂલનાયક
૪૩. વાચક વિનયશીલે વિ. સં. ૧૭૪રમાં રચેલ “શ્રી. એ. ઉ. ચિત્ય પરિપાટી' ઢાલ ૫, કડી ૧૨-૧૩ માં લખ્યું છે કે“કુમારવિહારના મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ ખંભાત નગરથી લાવીને અહીં પધરાવવામાં આવી છે.” * . ૪૪. ઉપર્યુકત વાચકવિનયશીલની “ચત્ય પરિપાટી' ઢાળ ૫, કડી માં અને શ્રીઉત્તમવિજયજીએ વિ. સં. ૧૮૬૯માં રચેલ “આબુ તીર્થમાલ' ઢાળ ૧૨, કડી ૯-૧૦માં લખ્યું છે કે“કુમારવિહારમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની બાજુમાં શ્રી. વીરપ્રભુની ધાતુની મૂર્તિ બિરાજમાન છે.