________________
૧૮
સ્તુતિચતુર્વિંશતિકા
[૧ શ્રીઋષભ
છે, તથા જે મદોન્મત્ત મિથ્યા-વાદીની પંક્તિરૂપ રાક્ષસને નસાડનારી ( અર્થાત્ નષ્ટ કરનારી ) યુક્તિઓથી યુકત છે, અને વળી કામદેવને વશ કરેલા( મુનિવરા )થી જે અલંકૃત છે ( અર્થાત જેના શ્રમણ પુરૂષાએ સ્વીકાર કર્યો છે ) તે વિશ્વને વંદનીય એવા જિનાએ રચેલ આ દ્વાદશાંગીરૂપ) સિદ્દાન્ત, હૈ ( ભવ્ય ) લેાક ! તમારી અનુપમ શાન્તિને વિસ્તાર કરા. ”—૩
સ્પષ્ટીકરણ
નય—
પ્રમાણથી સિદ્ધ અનંત ધર્માંત્મક વસ્તુના અંશના એધ કરાવનારો તથા અન્ય અંશા તરફ ઉદાસીનતા ધારણ કરનારા યથાર્થ અભિપ્રાય—વિશેષ ‘ નય ’ કહેવાય છે, એ તે સહજ સમજી શકાય તેમ છે કે ગમે તે કોઈ વસ્તુ પરત્વે અનેક દૃષ્ટિએ વિચાર થઈ શકે તેમ છે. આ દૃષ્ટિને ‘નય ’ કહેવામાં આવે છે. એકની એક વ્યક્તિના સંબંધમાં અન્ય અન્ય વ્યક્તિએ આશ્રીને વિચાર કરતાં તેને જૂદા જૂદા શબ્દોથી લાવી શકાય છે. જેમકે, એકજ મનુષ્યને જૂદી જૂદી અપેક્ષાએ કાકા, મામા, સાળા, ભાઈ, જમાઈ, પિતા, પુત્ર ઇત્યાદિ તરીકે માની શકાય છે. કહેવાની મતલબ એ છે કે અનેક ધર્મવાળી વસ્તુમાંના કોઈ અમુક ધર્મને લગતા યથાર્થ અભિપ્રાય તે ‘નય’ છે. આ ઉપરથી એમ માનવાનું કારણ મળે છે કે ત્યારે તા નચેની સંખ્યા પણુ અનંત હાવી જોઇએ; કેમકે જે જે યથાર્થ અભિપ્રાય હાય, તે તે નય છે. ખરેખર, વસ્તુસ્થિતિ પણ એમજ છે, તાર્કિકશિરોમણિ શ્રીસિદ્ધસેનદિવાકર પણ સમ્મતિ-તર્કમાં કહે છે કે—
t
जावइया वयणपहा तावइया चेव हुति नयवाया
અર્થાત્ જેટલા વચન–પ્રયાગા છે, તેટલા નચે છે.
,,
આ પ્રમાણે જોકે વસ્તુતઃ નયની સંખ્યા અનંત છે, છતાં પણ શાસ્ત્રકાર મુખ્યતયા નયના દ્રવ્યાર્થિ ક અને પાઁયાર્થિ કર એમ બે ભેદો બતાવે છે.
આ ઉપરાંત નિશ્ચય –નય અને વ્યવહાર–નય એમ પણ નયાના એ વિભાગા પાડી શકાય છે. પ્રકારાન્તરથી અપ−નય અને શબ્દ –નય એમ પણ એ ભેદો પડે છે. વળી આ ઉપરાંત
૧-૨ મૂળ પદાર્થને ‘દ્રવ્ય’ કહેવામાં આવે છે, જ્યારે તેના પરિણામને ‘પર્યાય’ કહેવામાં આવે છે. જેમકે ધટ (ધડા ) એમાં મૃત્તિકા (માટી) દ્રવ્ય છે અને ધટાકાર એ એના પર્યાય છે. મૂળ દ્રવ્યને ઉદ્દેશીને દર્શાવવામાં આવતા અભિપ્રાય દ્રવ્યાર્થિ ક' નય છે, જ્યારે પાઁયને લક્ષ્ય કરનારો અભિપ્રાય ‘પાઁયાર્થિ ક’ નય છે,
૩–૪ વસ્તુના મૂળ સ્વરૂપને અર્થાત્ તેની તાત્ત્વિક સ્થિતિને સ્પર્શે કરનારી દૃષ્ટિ ‘ નિશ્ચય-નય ' છે, જ્યારે તેની બાહ્ય અવસ્થાને લક્ષ્યમાં રાખનારી દૃષ્ટિ ‘વ્યવહાર–નય ’ છે. દાખલા તરીકે, પંચવણૅના ભ્રમરને પંચવર્ણી કહેનારા નય નિશ્ચય-નય છે, જ્યારે વ્યવહાર–નય તો એ ભ્રમરને કૃષ્ણ કહે છે. અર્થાત્ વ્યવહાર-નય લેક–પ્રસિદ્ધ અને ગ્રહણ કરે છે, · જ્યારે નિશ્ચય-નય તે તાત્ત્વિક અથ ઉપર નજર ફેંકે છે,
૫-૬ મુખ્યત્વેન અનું પ્રતિપાદન કરનારા નયા અનય ' કહેવાય છે, જ્યારે પ્રાધાન્યથી શબ્દના વાચ્યાની સાથે સંબંધ ધરાવનારા નયા શબ્દ નય' કહેવાય છે.
: