________________
૩૦૭
જિનરતુતયા]
स्तुतिचतुर्विशतिका
સ્પષ્ટીકરણ અમ્બિકા દેવીનું સ્વરૂપ
કવિરાજે અત્ર અમ્બિકા દેવીની બીજી વાર સ્તુતિ કેમ કરી છે એ સહજ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આના સમાધાનાથે એ પ્રશ્ન ઉદભવે છે કે શું અમ્બિકા એ સિદ્ધાયિકાનું નામાન્તર નહિ હોય? આના પ્રત્યુત્તર તરીકે નિવેદન કરવાનું કે એ નામાન્તર છે તેમજ એ દેવીના પરમ અને વસુતર નામના બે પુત્રો છે એમ શ્રીસૌભાગ્યસાગરે રચેલી આ કાવ્યની વૃત્તિ ઉપરથી જોઈ શકાય છે. પરંતુ આના સમર્થનમાં અન્યત્ર ઉલ્લેખ જોવામાં આવતું નથી. વિશેષમાં એમ માની લઈએ કે અબિકાનું બીજું નામ સિદ્ધાયિકા હોય, પરંતુ તેથી કરીને આ દેવી તે વીસમા તીર્થંકર મહાવીર પ્રભુની શાસનદેવી છે કે કેમ તેને નિર્ણય કરે બાકી રહે છે, જોકે તેનું વાહન તે સિંહ છે. તે આ શાસન દેવીના સંબંધમાં-નિર્વાણ-કલિકામાંથી નીચે મુજબને ઉલલેખ મળી આવે છે –
" तत्तीर्थोत्पन्नां सिद्धायिका हरितवर्णा सिंहवाहनां चतुर्भुजां पुस्तकाभययुक्तदक्षिणकरां मातुलिङ्गबाणान्वितवामहस्तां चोत"
અર્થાત સિદ્ધાયિકા દેવીને હરિત વર્ણ છે અને તેને સિંહનું વાહન છે. વિશેષમાં તેને ચાર હાથ છે. તેના જમણુ બે હાથ પુસ્તક અને અભયથી અલંકૃત છે, જ્યારે ડાબા બે હાથ તે બીજ પૂરક (બીજોરા) અને બાણથી વિભૂષિત છે.
અમ્બિકા દેવીના સ્વરૂપ ઉપર આ પઘ દ્વારા વિશિષ્ટ પ્રકાશ નહિ પડતે હેવાથી તેમજ આ ચોવીસમા જિનેશ્વરની શાસન-દેવી સિદ્ધાયિકા હેવાને નિર્ણય નહિ થઈ શકતું હોવાથી તેમજ અન્ય ટીકાકારો પુત્રના ઉલ્લેખને લગતી વાત પૂર્વ ભવ આશ્રીને ઘટાવી લેવાનું સૂચવતા હોવાથી આ અમ્બિકા દેવી તે બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથની શાસન-દેવી હોવી જોઈએ એમ લાગે છે. પરંતુ આ પરિસ્થિતિમાં એ તે સ્વીકારવું જ પડશે કે કઈ પણ સ્તુતિ-કદમ્બકમાં ચતુર્થ સ્તુતિ દ્વારા કેઈ પણ જિનેશ્વરની શાસન-દેવીની પણ સ્તુતિ કરી શકાય છે, અર્થાત્ અમુક જિનેશ્વરના સ્તુતિ-કદમ્બકમાં તેજ જિનેશ્વરની શાસન-દેવીનીજ અને નહિ કે અન્ય જિનેશ્વરની શાસન-દેવીની સ્તુતિ હેવી જોઈએ એ નિયમ નથી.
Sunilingullulla
સમાપ્ત. “
]TTTTTTTTTTER
૧ પ્રવચન-સારદ્વારની વૃત્તિમાં દેવીઓનાં નામાન્તરે આપ્યાં છે, પરંતુ ત્યાં પણ આ દેવીના નામાનારનું નિવેદન કર્યું નથી.
૨ મતાન્તર પ્રમાણે તેને જમણા બે હાથમાં પદ્ધ અને પાશ છે,