SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિચતુર્વિશતિકા [ ૨૪ શ્રીવીસિંહાસન રચવામાં આવે છે. આ સિંહાસન ઉપર ગૈલોક્યનું સ્વામિત્વ જાણે પ્રકટ ન કરતાં હોય તેમ શરદુ ઋતુના ચન્દ્ર તુલ્ય ઉજજવલ અને મૌક્તિકની હાર વડે સુશોભિત એવાં એકના ઉપર એક એમ ત્રણ છત્ર હોય છે. આ સિંહાસનની બન્ને બાજુએ અન્ય કેઈ ન જોઈ શકે તેમ બે યક્ષ રન-જડિત સુવર્ણની દાંડીવાળાં ચામર લઈને ઊભા રહે છે. આ બધું કાર્ય વ્યક્ત કરે છે. વિશેષમાં દેવતાઓએ રચેલાં એવાં સહસ પત્રવાળાં સુવર્ણનાં નવ કમલેમાંનાં બે બે કમલે ઉપર પાદ-ન્યાસ કરતાં થકા જ્યારે તીર્થંકર સમવસરણમાં પ્રવેશ કરે છે અને ત્યાર બાદ સિંહાસન ઉપર વિરાજમાન થાય છે, ત્યારે વ્યંતરે પૂર્વ સિવાયની બાકીની દિશાઓમાં રત્નનાં ત્રણ સિંહાસને રચે છે, તેમજ તેના ઉપર પ્રભુનાં આબેહુબ ત્રણ પ્રતિબિબે વિકૃર્વ છે. આથી કરીને પ્રભુ ચતુર્મુખ-અરે ચતુર્દહી હાથ એમ લાગે છે. આ દરેક સિંહાસન ચામર, છત્ર તેમજ ધર્મ–ચકથી અલંકૃત હોય છે. અર્થાત્ સમવસરણમાં આઠ ચામરે, બાર છત્ર તેમજ ચાર ધર્મ-ચકો શેભી રહે છે. વળી પ્રભુના મસ્તકની પાછળ તેમના દેહની કાંતિનું મંડલ જાણે ન હોય તેમ દેવતાઓ ભામંડલ રચે છે. આને લીધે તે પ્રભુના મુખ સામું જોઈ શકાય છે, કેમકે પ્રભુનું સર્વ તેજ તે પિતાના તેજમાં સંહરી લે છે. આ સમયે પ્રતિશબ્દથી ચારે દિશાઓને શબ્દાયમાન કરતી મેઘના જેવા ગંભીર નાદવાળી દુંદુભિ આકાશમાં વાગી રહે છે અને તીર્થંકરની સમીપ એક રત્નમય ધ્વજ, જાણે પ્રભુ એજ અદ્વિતીય ધર્મ છે એમ કહેવાને હાથ ઊંચો કર્યો હોય તેમ શોભી રહે છે. આ પ્રમાણે પૂર્વ દિશામાં રહેલા ધર્મ–દવજ ઉપરાંત દક્ષિણ દિશામાં મીન–દેવજ, પશ્ચિમ દિશામાં ગજ-વજ અને ઉત્તર દિશામાં સિંહ-ધવજ હેય છે. આ પ્રત્યેક વજને દંડ એક હજાર (?) જન ઊંચે હોય છે. સમવસરણની રચના જ્યારે કોઈ પણ તીર્થકરને કેવલ-જ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે ત્યાં તે દેવે સમવસરણ રચે છે. તેમજ વળી જ્યારે મહદ્ધિક દેવ કે ઈન્દ્ર તેને વન્દન કરવા આવે, ત્યારે પણ તેની રચના જરૂર કરવામાં આવે છે. આ ઉપરાંત તીર્થંકર વિહાર કરતા કરતા એવા કેઈ સ્થલમાં જઈ પહોંચે કે જ્યાં ભૂતકાળમાં તે પ્રભુ માટે કદી પણ સમવસરણની રચના થઈ ન હોય, તે ત્યાં પણ સમવસરણ રચાય છેજ. વિશેષમાં જે કોઈ સાધુ આ સમવસરણથી બાર એજનથી ઓછે અંતરે હોય અને વળી જેણે કદી પણ સમવસરણના દર્શન ન કર્યા હોય, તેને તે જરૂર આ સમવસરણમાં હાજર થવું પડે છે. ૧ આ ધર્મ-ચક ટિક મણિનું બનાવવામાં આવે છે અને તેને સુવર્ણના કમલમાં સ્થાપન કરવામાં
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy