________________
જિનરતુત ]
स्तुतिचतुर्विंशतिका - શ્રી શાંતિનાથ ચરિત્રમાં નીચે મુજબને ઉલ્લેખ છે
“ વ્યવસ્થ, પ્રત્યે તુવર સિથતા - સુષમાણી હવા, નકામુભૂતિઃ ” શ્રીહૈમવીરચરિત્રમાં નીચે મુજબ નિવેદન કરવામાં આવ્યું છે
“કવિ તન્ના, તથૌ તથd તુવેર
ત રિલ્સવી, નવમુરતિઃ ” અશોક વૃક્ષ
૨૦૦ ધનુષ્ય જેટલી લંબાઈ તેમજ પોળાઈવાળાં અને તીર્થંકરના દેહના જેટલી ઊંચાઈ વાળાં એવાં ત્રણ ત્રણ પગથિયાવાળાં ચાર દ્વારવાળા તેમજ સમવસરણની બરાબર મધ્યમાં વ્યંતરોએ રચેલા મણિ-પીઠના ઉપર અશોક વૃક્ષ રચવામાં આવે છે. આ વૃક્ષની ઊંચાઈ તીર્થંકરના દેહમાન કરતાં બારગણી હોય છે અને તેને ઉપરને ઘેર એક એજનથી કંઈક અધિક હોય છે. વિશેષમાં આ વૃક્ષ એ આઠ પ્રાતિહાર્ય પૈકી એક છે. કહ્યું પણ છે કે
"अशोकवृक्षः सुरपुष्पवृष्टि-दिव्यध्वनिश्चामरमासनं च।
भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्यातिहार्याणि जिनेश्वराणाम् ॥" અર્થાત (૧) અશોક વૃક્ષ, (૨) દેવકૃત પુષ્પ-વૃષ્ટિ, (૩) દિવ્ય વનિ, (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડલ, (૭) દુંદુભિ અને (૮) છત્ર એ જિનેશ્વરેનાં વિદ્યમાન પ્રાતિહાર્યો છે.
વળી આ અશોક વૃક્ષના ઉપર ચૈત્ય-વૃક્ષ હોય છે. સમવસરણના પૂર્વ દ્વારથી પ્રવેશ કરી તીર્થંકર આ ચૈત્ય-વૃક્ષની પ્રદક્ષિણા કરે છે અને તીર્થને નમસ્કાર કરી પૂર્વાભિમુખ સિંહાસન ઉપર આરૂઢ થાય છે. સિંહાસન, ચામર, છત્ર ઇત્યાદિ
આ અશોક વૃક્ષની નીચે છંદકની મધ્યમાં પાદ-પીઠ યુક્ત અને પૂર્વાભિમુખ એવું પરત્નમથ ૧ પ્રતિહાર (પહેરેગીર)ની માફક જે વસ્તુઓને દેવતાઓ તીર્થકર પાસે નિયમિત રીતે રજુ કરે તે પ્રાતિહાર્ય' કહેવાય છે. - ૨ વિદ્યમાન” શબ્દથી એમ સમજવું કે કેવલજ્ઞાનધારી તીર્થકરનું કોઈક સ્થલે સમવસરણ નહિ રચવામાં આવે તે તેને સ્થલે પણ તેઓ દેશના આપે તે સમયે આ આઠ પ્રાતિહાર્યો હોય છે, કેમકે દેશનાના સમય સિવાય અન્ય સમયમાં પણ પ્રાતિહાર્યો તે આઠે પહોર હેય છે. . ૩ આ આઠ પ્રાતિહાર્યો અને અપાયાપગમાતિશય, જ્ઞાનતિશય, પૂજાતિશય અને વચનાતિશય એ થાર મૂલ અતિશય મળી તીર્થંકરના બાર ગુણે થાય છે.
જે વૃક્ષ નીચે તીધરને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય તે “મૈત્યવક્ષ' કહેવાય છે. ૫ આવા રત્ન-મય સિંહાસન ઉપર બેસવાથી પ્રભુમાં સરાગપણું સંભવતું નથી, કેમકે સંપૂર્ણ વીતરાગતા પૂર્વક તે સર્વત્રતા છે અને તીર્થંકર સર્વત્ત થયા બાદ દેશના આપે છે એ જાણીતી વાત છે. આથી કરીને આવા સિંહાસન ઉપર બેસવાથી તેમની વીતરાગ-દશા કે ત્યાગ–અવસ્થામાં જરા પણ ન્યૂનતા આવતી નથી, પરંતુ દેવતાઓએ પિતાના સ્વામી પ્રત્યેની ભક્તિને વશ થઇને તેનું કાર્ય કરેલું હોવાથી તીર્થકર તેને અનાદર કરતા નથી.