SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ હતુતિચતુર્વિશતિકા [૨૪ શ્રીવીવૈલાં લેવાથી સચિત્ત નથી, પરંતુ અચિત્ત છે. કિન્તુ આ વાત યુક્તિ-યુક્ત નથી, કેમકે જલેજ અને સ્થલજ એમ બંને પ્રકારનાં પુષ્પની દેવે સમવસરણમાં સર્વત્ર વૃદ્ધિ કરે છે એ નીચે મુજબને પાઠ મળી આવે છે. “बिंटवाई सुरभि, जलथलयं दिव्वकुसुमनीहारिं। पयरिंति समंतेणं, दसद्धवणं कुसुमवुद्धिं ॥" . આવી પરિસ્થિતિમાં કેટલાકે એમ કહે છે કે આ પુ તે સચિત્ત છે, પરંતુ જ્યાં મુનિવરે અવસ્થિત હોય છે, ત્યાં દેવ પુષ્પની વૃષ્ટિ કરતા નથી. પરંતુ આ ઉત્તર પણ ઠીક નથી, કેમકે શું કાષ્ઠની માફક મુનિઓ એકજ સ્થાનમાં સ્થિર રહે છે અને પ્રજન હોય તે પણ શું તેઓ ગમનાગમનાદિક ક્રિયાઓ કરે નહિ? આ પ્રશ્નને વાસ્તવિક ઉત્તર તે એમ લાગે છે કે જેમ એક જન પ્રમાણવાળી સમવસશુભૂમિમાં અપરિમિત દેવ, દાનવ અને માનવને સંમર્દ (ભીડ) થવા છતાં પણ કેઈને કંઈ બાધા થતી નથી, તેમ મકરન્દની સંપત્તિવાળાં મન્દાર, મચકુન્દ, કુદ, કુમુદ, કમલ, દલ, મુકુલ, માલતી ઈત્યાદિ વિવિધ જાતનાં તેમજ જાનુ પર્યત સમૂહવાળાં એવાં પુપે ઉપર મુનિ વરે તેમજ અન્ય લોકોને સંચાર કે સ્થિતિ થતાં તે પુપને તીર્થંકરના અસાધારણ અતિશયને લઈને જરા પણ કિલામણ (બાધા) થતી નથી, પરંતુ ઉલટું અમૃતની વૃષ્ટિના સિંચનની જેમ તે પુષ્પો વધારે પ્રફુલ્લિત બને છે. ત્રણ ગઢ– ઉપર્યુક્ત ભૂમિ–તલ ઉપર ત્રણ વર્તુલાકાર વછે યાને ગઢ બનાવવામાં આવે છે. તેમાં સૈથી બહારને ગઢ રૂપ્યમય (રૂપાને) બનાવવામાં આવે છે. વળી તેના ઉપર સુવર્ણના વિશાળ કપિ શીર્ષક (કાંગરા) બનાવવામાં આવે છે અને તે દેવતાઓની વાપી (વાવ)માંના જલમાંનાં સુવર્ણનાં કમલનું ભાન કરાવે છે. આ ભવનપતિઓનું કાર્ય છે. સમવસરણમાં આવતા નરેશ્વરોનાં વાહને આ ગઢમાં રહે છે. જેમ જમીનથી પીઠ-બંધ (ભૂમિ-તલ) ઉપર આવવાને માટે દશ હજાર (૧૦૦૦૦). પગથિયાં ચડવાં પડે છે અને ત્યાર બાદ ૫૦ ધનુષ્ય જેટલું સમભૂલા પૃથ્વી ઉપર ચાલવું પડે છે, તેમ આ ગઢથી આ પછીના ગઢ ઉપર જવાને માટે પણ પાંચ હજાર (૨૦૦૦) પગથિયાં ચડવાં પડે છે, તેમજ ૫૦ ધનુષ્ય પ્રમાણ જેટલું અંતર કાપવું પડે છે. • ૧ સંસ્કૃત છાયા वृत्तस्थायिनी सुरभि, जलस्थलजां दिव्यकुसुमनिर्झरिणीम् । प्रकिरन्ति समन्ततो, दशार्धवर्णी कुसुमवृष्टिम् ॥ ૨ દરેક પગથિયું એક હાથ પહેલું અને દરવાજા જેટલું લાંબું અને એક એકથી એકેક હાથ ઊંચું છે. ૩ ૨૪ આંગળ= હાથ; ૪ હાથ= ધનુષ્ય ૨૦૦૦ ધનુષ્ય ોશ (ગાઉ જ શ= એજન.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy