________________
२६४ હતુતિચતુર્વિશતિકા
[ ૨૨ શ્રીનેમિકરાવીને સૂર્યના પ્રકાશને લજજાપ કરનારી, વળી (અવિસંવાદી હેવાને લીધે) પ્રશંસનીય, તેમજ પ્રૌઢ છે તર્કો જેને વિષે એવી [ અથવા પ્રશંસા–પાત્ર તેમજ પ્રૌઢ છે યુક્તિઓ જેમાં એવી ], વળી મન્મત્ત વાદીઓથી (પણ) ક્ષેભ નહિ પામનારી તથા પ્રણામ કરાવવા વડે (તેમના) માનને મોડનારી, (અજ્ઞાનરૂપી) અંધકારને સર્વથા હરનારી એવી [અથવા હે અજ્ઞાનરૂપ અંધારાને તદ્દન નાશ કરનારા (નાથ) !] તારી ( દેશનારૂપી ) વાણી મારી (અભ્યન્તર) શત્રુને સંહાર કરનારી થાઓ.”—૮૭
સ્પષ્ટીકરણ પદાર્થ-વિચાર
દરેક દર્શનકારે પદાર્થોની-તરની જૂદી જૂદી સંખ્યા સ્વીકારી છે. જેમકે નિયાચિકે ૧૬ પદાર્થો, તે શેષિકે ૭ અને સાંખે ૨૫ પદાર્થો માન્યા છે. એ પ્રમાણે જૈન દર્શનમાં વિધ વિધ અપેક્ષા પ્રમાણે પદાર્થોની સંખ્યા એક, બે, છ, સાત તેમજ નવની માનવામાં આવી છે. જેમકે
ત્પાથોથુ સતઅર્થાત્ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોય તે “પદાર્થ છે. આ પ્રમાણે વ્યાખ્યા કરતાં જોઈ શકાય છે કે દરેક પદાર્થને “સ”માં સમાવેશ થાય છે, એટલે કે એ અપેક્ષાએ પદાર્થની સંખ્યા એકની ઠરે છે. હવે જે જીવ અને અજીવ એમ બે વિભાગો પાડી એ, તે સમસ્ત પદાર્થો આ બે કટિમાં અંતર્ભત થતા હોવાથી તેની સંખ્યા બેની સિદ્ધ થાય છે. એ પ્રમાણે જીવ, ધર્માસ્તિકાય, અધર્મસ્તિકાય, આકાશ, પુદ્ગલ અને કાલ એમ છ પદાર્થો પણ ઘટી શકે છે. વળી જીવ, અજીવ, "આસવ, બંધ, સંવર, ‘નિર્જરા અને મોક્ષ એમ પદાથે સાત પણ માની શકાય તેમ છે. આમાં પુણ્ય અને પાપ એ બે ઉમેરતાં પદાર્થોની-તની સંખ્યા નવની બને છે. અર્થાત જેવી અપેક્ષા, તે ઉત્તર. આ પણ સ્યાદ્વાદની બલિહારી છે. अम्बादेव्याः स्तुतिः
हस्तालम्बितचूतलुम्बिलतिका यस्या जनोऽभ्यागमद्
विश्वासेवितताम्रपादपरतां वाचा रिपुत्रासकृत् । सा भूतिं वितनोतु नोऽर्जुनरुचिः सिंहेऽधिरूढोल्लसदूविश्वासे वितताम्रपादपरताऽम्बा चारिपुत्राऽसकृत् ॥ ८८ ॥ २२ ॥
–શાર્દૂ૦
૧ આમ કહેવાનું કારણ એ છે કે સૂર્ય તે મોટી મોટી સ્કૂલ વસ્તુ ઉપરજ પ્રકાશ પાડે છે, નહિ કે સૂક્ષ્મ વસ્તુઓ ઉપર અર્થાત્ સૂર્યની સહાયતાથી તે સ્થલ વસ્તુનું જ દર્શન થઈ શકે; આથી કરીને જીવાદિક સૂક્ષ્મ પદાર્થ ઉપર પ્રકાશ પાડનારી વાણી સૂર્યથી ચડિયાતી છે, અર્થાત્ તેને લજજાસ્પદ કરનારી છે, એમ કહેવું તે યુક્ત છે.
૨ જુઓ તસ્વાર્થાધિગમસૂત્ર (અ૦ ૫, સૂ૦ ૨૮ ). ३ प्रमितिविषयाः पदार्था इति वैशेषिकादयः, बौद्धास्तु परस्परविनि ठितक्षणक्षयिलक्षणनिरंशाः परमाणवः पदार्था इति । ૪ ધર્માસ્તિકાયાદિકના સ્વરૂપ માટે જુઓ ન્યાયકુસુમાંજલિ (પૃ. ૨૨૯-૨૨૪ )..
પ-૮ આઅવાદિકનાં લક્ષણે તેમજ તેને લગતી ટુંક હકીકત સારૂ જુઓ ન્યાયકુસુમાંજલિ (પંચમ સ્તબક, દ્વિતીય શ્લોક તેમજ તેનું સ્પષ્ટીકરણ).