SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ તુતિચતુર્વિશતિકા [૧૯ શ્રીમઅથ–પૂર્વાવસ્થામાં પાપથી ભરપૂર (અથત અત્યંત પાપી) એવા જે વણકરે પ્રત્યાખ્યાનના પ્રભાવથી પુણ્યાંશ ઉપાર્જન કરી અપ્સરાઓનું અતિથિપણું પ્રાપ્ત કર્યું, તે યક્ષરાજ કપર્દી કે જે પ્રથમ જિનેશ્વર (શ્રીષભ પ્રભુ)નાં ચરણ-કમલેની સેવા કરવાના સ્વભાવવાળે છે તેમજ જે તીર્થના રક્ષણને વિષે ચતુર છે, તે (હે ભવ્ય !) તમારા વિદ્ધને નાશ કરનારે થાઓ. કપદ યક્ષરાજનું જીવન-વૃત્તાન્ત– સેરઠ દેશમાં મધુમતિ નગરમાં કપર્દી નામે એક વણકર વસતે હતે. તેને આડિ અને કહાડિ નામે બે પત્નીઓ હતી. આ વણકરને અભક્ષ્ય તેમજ અપેય વસ્તુ ઉપર અત્યાસક્તિ હતી. એક વેળા આ અનાચારથી તેને મુક્ત કરવાને માટે તેની સ્ત્રીઓ તેને પ્રહાર મારી શિક્ષા આપતી હતી. તેવામાં ચિદમા પટ્ટધર શ્રીવસેનસૂરિ બહિર્ભુમિ જતા હતા તેમણે એને જે અને પિતાની પાસે બોલાવ્યું. આ વણકર તેમની સમીપ ગયે અને હાથ જોડીને ઊલે ર. આગમ-જ્ઞાને આને સુલભધિ જાણીને તેમજ તેનું આયુષ્ય ફક્ત બે ઘડીનું બાકી છે એમ જાણીને તે સૂરિજીએ તેને કહ્યું કે તને ઘણું કષ્ટ વેઠવું પડે છે તે આ કષ્ટમાંથી મુક્ત થવાને માટે તે ધર્મ-ધ્યાન કર અને પ્રત્યાખ્યાન અંગીકાર કર. આ વાત તે વણકરે સ્વીકારી અને જમવા બેસવા પૂર્વે નવકાર મંત્ર કહી જ, કેડે બાંધેલા દોરાની ગાંઠ છોડવી અને ત્યાર બાદ ભેજન કરવું અને ભજન કરી રહ્યા પછી દેરાની ગાંઠ બાંધી દેવી આ પ્રમાણેને તેણે નિયમ લીધે. આ નિયમપૂર્વક તે ભેજન કરવા બેઠો. ભોજનમાં સર્પના વિષથી વ્યાપ્ત માંસ હતું તેની એને ખબર ન હોવાથી એ તે તે ખાઈ ગયે. આથી કરીને તેના રામ રમી ગયા, પરંતુ પ્રત્યાખ્યાનના પ્રભાવથી તે પ્રજ્ઞાહીન હોવા છતાં પણ વિબુધપણે ઉત્પન્ન થયે. આ પ્રમાણે ફક્ત એકજ વાર નિયમનું પાલન કરવાથી તે દેવ થયે. સૂરિજીએ પ્રત્યાખ્યાનને નિયમ લેવડાવ્યું હતું એ વાત આ વણકરની બે સ્ત્રીઓ જાણતી ન હતી. તેઓ તે એમ માનતી હતી કે આ મહાત્માએ તેમના પતિને કંઈક શીખવ્યું છે. પરંતુ જ્યારે તેમને પતિ બે ઘડીમાં મરી ગયે, ત્યારે તેનું મરણ આ મહાત્માને લીધે થયું છે એવી ફરિયાદ તેમણે રાજાને કરી. આ સાંભળીને રાજાએ વજીસેનસૂરિજીને પકડી મંગાવી કહ્યું કે આ બે સ્ત્રીના સ્વામીને તમે કેમ મારી નાખે? સૂરિજી મૌન રહ્યા એટલે તેમને ચેકીમાં બેસાડ્યા. આ સમયે કપર્દીએ દેવલોકમાં બેઠા બેઠા અવધિજ્ઞાન વડે જોયું કે પિતાના ઉપર ઉપકાર કરનારા સુરિજીને માથે કષ્ટ આવી પડ્યું છે. આથી કરીને તેણે દેવ-શક્તિ વડે તે ગામનું જાણે એક ઢાંકણ ન હોય તેવી મેટી એક શિલા વિકુવી અને આકાશમાં રહીને તેણે કોને કહ્યું કે“વસેનસૂરિજી મારા ગુરૂ છે અને તેમણે મારા ઉપર ઉપકાર કર્યો છે. વાસ્તે તેમને કષ્ટ ન ૧ પ્રત્યાખ્યાન (qહ્યાણ) શબ્દના ત્યાગ કરવો અને પાલન કરવું એમ બે અર્થે થાય છે. અવિરતિપણના સ્વરૂપ પ્રત્યે પ્રતિ પ્રતિફૂલપણે ના મર્યાદાપૂર્વક સાહ્યાન કથન છે જેને વિષે તે “પ્રત્યાખ્યાન' અથવા આત્મ-સ્વરૂપે પ્રતિ પ્રત્યે મા અભિવ્યાપીને આશંસારહિત ગુણના કરણનું કાયાન કથન છે જેને વિષે તે; અથવા પરલોક પ્રતિ પ્રત્યે મા ક્રિયા ગાર્થ શુભાશુભ ફળનું બાહ્યાન કથન છે જેને વિષે તે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy