________________
જિનસ્તુતય: ]
स्तुति चतुर्विंशतिका શબ્દાર્થ
સુવન (ધા॰ નુકૢ )=દૂર ફેંકતા. તનું (મૂ॰ તનુ )=દેહને. કવિતનું (મૂ॰ તન્ )=d વિસ્તાર કર. માંછુ=મલ્લિનાથ, ઓગણીસમા તીર્થંકર. ર્માણનાથ ! હે મલ્લિનાથ ! ચિત્તુ ફલિની, વૃક્ષ–વિશેષ. મિયવ્રુનોચિપ્રિયંગુના જેવી કાંતિ છે જેની એવા, અરુચિત્તેવિતાં નહિ મનાહર કે નહિ ઉચિંત
એવા.
२२७
વિનમ્પયન ( ધા૦ વિદ્યર્ )=તિરસ્કાર કરનાશ. વર (મૂ૦ વર્)=૧૨ને. ગુજ્જહ્ર=પ્રકાશિત.
વર્ષામજણો વહા=ઉત્કૃષ્ટ ભામંડલ વડે
ઉજ્જવલ.
ચુરો ! (મૂ॰ મુદ્દે)=હે ગુરૂ ! ચિરષિ વિજળી.
જ્ઞાન=આકાશ.
વિષિોચિતાન વિજળી વડે પ્રકાશિત
એવા આકાશને.
શ્લોકાઈ
શ્રીમલ્લિનાથની સ્તુતિ—
“ હૈ મલ્લિનાથ ! હે ગુરૂ ! અમનેહર તેમજ અનુચિત એવા દેહને દૂર ફેંકતા ઢ્ઢા પ્રિયંગુ ( નામના વૃક્ષ)ના જેવી નીલ ) કાંતિવાળા, તથા ઉત્કૃષ્ટ ભામંડલથી વિભૂષિત અને ( એથી કરીને ) સૌામિની( ના પ્રકાશ વડે ) પ્રકાશિત થયેલા એવા ( પ્રિય ) ગગનને વિડંબના પમાડતા થકેા તું મને પ્રિય વરદાન આપ. ’’—૭૩
સ્પષ્ટીકરણ
શ્રીમલ્લિનાથ-ચરિત્ર—
મલ્લિનાથના જન્મ મિથિલા નગરીમાં થયા હતા. કુમ્ભરાજા અને પ્રભાવતી રાણી એ તેમનાં પિતા અને માતા થતાં હતાં. તેમના કુંભના લાંછનથી અંકિત દેઢુના વડુ નીલ હતા અને તેમની ઊંચાઇ પચીસ ધનુષ્ય-પ્રમાણુ હતી.
આ ઓગણીસમા તીર્થંકરને શ્વેતામ્બરા સ્ત્રીર તરીકે માને છે, જ્યારે દિગમ્બરા તા તેને પુરૂષજ ગણે છે. કારણ કે દિગમ્બર મત પ્રમાણે કાઇ પણ સ્ત્રી તે ભવમાં તે માન્ને જઇ શકે નહિ. આથી કરીને જ્યારે તીર્થંકર તે તેજ ભવમાં મુક્તિ-રમણીને વરે છે, તે પછી તે સ્ત્રી હાવાના સ'ભવજ તે મતમાં ત્યાંથી હાય ?
१ गृणाति - उपदिशति धर्ममिति गुरुः ।
૨ આ ઓગણીસમા તીર્થંકર પુરૂષ હતા કે સ્ત્રી હતા તે બાબત શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાયા વચ્ચે મત-ભેદ છે. શ્વેતામ્બરો એમ કહે છે કે તે સ્ત્રી હતા અને એ વાત અપવાદરૂપ છે, કારણ કે ભાગ્યેજ કાઇ તીર્થંકર સ્રરૂપે સંભવી શકે છે અને એથી કરીને તે આ બનાવ આ અવસર્પિણી કાલમાં થયેલા દશ આશ્ચર્યોંમાંના એક ગણાય છે. પૂર્વ ભવમાં તપસ્યાર્થે માયાનું સેવન કરેલું હાવાથી અને તે કર્મના નિકાચિત બંધ થયેલા હેાવાથી તીર્થંકર તરીકે ઉત્પન્ન થયા છતાં પણ તેમતે સ્રી થવું પડયું, એમ શ્વેતામ્બરો કહે છે,