________________
૨૧૬
સ્તુતિચતુર્વિંશતિકા
[ ૧૮ શ્રીઅર
ચક્રવર્તીના પૂર્વ અને ઉત્તર ભવ—
ચક્રવર્તી પૂર્વ ભવમાં દેવ-ગતિ કે નરક-ગતિમાંજ હોય છે; એ સિવાયની બાકીની એ ગતિમાં તેના સંભવ નથી. કહ્યું પણ છે કે—
* ૧ 'अरिहंतचक्कवट्टी, बलदेवा तह य वासुदेवाय । न मणुयतिरिएहितो, अनंतरं चेव जायंति ॥”
—બૃહત્—સંગ્રહિણી, ગા૦ ૨૫. વિશેષમાં જે ચક્રવર્તી પૂર્વ ભવમાં નરક-ગતિમાં હોય, તેા તે પણ પ્રથમ નરક સમજવી. જ્યારે દેવ-ગતિને સારૂ સર્વાર્થસિદ્ધ અને અનુત્તર વિમાન સિવાય ગમે તે
સ્થાન સંભવી શકે છે.
જો ચક્રવતી રાજ્ય છેાડી સંયમ ગ્રહણ કરવા પૂર્વક પંચત્ન પામે, તે તે દેવગતિ પામે અથવા તેા માક્ષે પણ જાય, પરંતુ ગૃહસ્થ તરીકેજ ચારિત્ર અંગીકાર કર્યાં વિના મરણ પામે, તા તે સાતમી નરકે જાય.
ચક્રવતીની સંખ્યા—
:
સાળ હજાર યક્ષેાથી સેવિત તથા પનરદેવ ° તરીકે પણ ઓળખાતા ચક્રવર્તીની સંખ્યા સંબંધી હવે વિચાર કરવામાં આવે છે. જમ્મૂઢીપ આશ્રીને ચક્રવર્તીની જઘન્ય સંખ્યા ચારની છે અર્થાત્ ગમે તે કાળમાં મહાવિદેહના બત્રીસ વિજયા પૈકી ચાર વિજયામાં તેા ચક્રવતી હાયજ (આ વાત તીર્થંકરાને પણ લાગૂ પડે છે), જ્યારે તેની ઉત્કૃષ્ટ સંખ્યા ત્રીસની છે અર્થાત્ મહાવિદેહના ખત્રીસ વિજયા પૈકી અઠ્ઠાવીસ વિજયામાં (કેમકે બાકીના ચાર વિજયામાં વાસુદેવાના સંભવ છે), ભરતમાં તેમજ ઐરાવતમાં એકી વખતે ૩૦ ચક્રવર્તીએ હાઇ શકે ( આ વાત તીર્થંકરના સંબંધમાં ઘટતી નથી, કેમકે તેમની સંખ્યા તે ૩૪ની છે, કેમકે તેઓના સંભવ બત્રીસે વિજયામાં હાઇ શકે છે).
૧ સંસ્કૃત છાયા—
अर्हन्तश्चक्रवर्तिनो बलदेवास्तथा च वासुदेवाश्च । न मनुजतिर्यग्भ्योऽनन्तरं चैव जायन्ते ॥
૨ સરખાવા બૃહત્ સંગ્રહિણીની ૨૨ મી ગાથા,
૩-૪ વૈમાનિક દેવાના કલ્પાતીત નામના ભેદના નવ પ્રૈવેયકમાં ઉત્પન્ન થયેલા અને વિજયાદિક વિમાનમાં ઉત્પન્ન થયેલા એમ બે ભે છે, તેમાં દ્વિતીય ભેદના (૧) વિજય, (ર) વૈજયન્ત, (૩) જયન્ત, (૪) અપરાજિત અને (૫) સર્વાર્થસિદ્ધ એમ પાંચ વિમાના આશ્રીતે પાંચ અવાન્તર ભેદા છે. આ પાંચે વિમાનાને અનુત્તર ’ કહેવામાં આવે છે. આ પાંચે પ્રકારના અનુત્તર વાસી દેવામાંના પ્રથમના ચાર પ્રકારના દેવા દ્વિચરમ ભવવાળા છે એટલે કે તેઓ અહિંથી ચ્યવીને મનુષ્ય તરીકે અવતરી, ક્રીથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઇ મનુષ્ય થઈ સિદ્ધ થાય છે ( આ સંબંધમાં મતાન્તરે છે ); જ્યારે સર્વાસિદ્ધ વાસી દેવા એકાવતારી છે, એટલે તેઓ ત્યાંથી આવી મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ માક્ષે જાય છે.
૫ ભગવતીમાં દેવના ગણાવેલા દ્રવ્યદેવ, નરદેવ, ધર્માંદેવ, દેવાધિદેવ અને ભાવદેવ એ પાંચ પ્રકારો પૈકી એક