________________
૧૮૯
જિનસ્તુતયઃ ]
स्तुतिचतुर्विशतिका
પ્લેકાર્થ શ્રીશાન્તિનાથની સ્તુતિ–
“નૂતન કમલની રકતતાના જેવાં શોભાયમાન ચરણે વડે સુશોભિત એવા, વળી તપાવેલા સુવર્ણના સમાન કાન્તિવાળા તથા વળી ક્ષમાને ધારણ કરનારા એવા, તેમજ સુરોને સેવન કરવા યોગ્ય એવા દેહ વડે જ છે (નવીન પમરાગ મણિઓ વડે મનહર એવી પર્વતની મૂળ ભૂમિઓથી શેવાતે, તપાવેલા કાંચનના જેવી કાન્તિવાળે, પૃથ્વીને ધારણ કરનાર, તેમજ સુરો વડે સેવાયેલે એવો) કનકાચળ જેણે એવા હે (સેળમા તીર્થંકર) હે. ધરહિત ! હે સ્વામિન્ અથવા હે આર્ય! (પરીષહાદિ સહન કરવામાં) વૈર્યવાન્ ! અથવા બુદ્ધિશાળી ] ! હે જિનવર! હે શ્રીશાન્તિનાથ! કંદર્પના વેગથી નહિ પીડાયેલ એવા હે (દેવાધિદેવ) ! [ અથવા અવિદ્યમાન છે મદનને ઉપદ્રવ જેને વિષે એવા (નાથ)! સમીપ છે ચારિત્ર જેનું એવા હે (ગીર)!] ઉત્પન્ન થયું છે (કૈલેષમાં અદ્વિતીય) રૂપ જેનું એવા હે (નાથ) ! હે નિર્ભય (જગદ્ગુરૂ)! અનલ્પ છે પ્રશસ્ત મતિ જેની એવા હે (પરમેશ્વર) ! તું મારું રક્ષણ કર.”—૬૧
સ્પષ્ટીકરણ શ્રીશાન્તિનાથ-ચરિત્ર
શાન્તિનાથને યાને સળમા તીર્થંકરને જન્મ ગજપુર નગરમાં થયું હતું. તેમના પિતાનું નામ વિશ્વસેન હતું, જ્યારે તેમની માતાનું નામ અચિરા હતું. તેમને સુવર્ણવર્ણ દેહ મૃગના લાંછનથી વિશેષતઃ શોભતું હતું અને તેમની ઊંચાઈ ચાલીસ (૪૦) ધનુષ્ય પ્રમાણે હતી. એક લાખ વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ થતાં તેઓ મેક્ષે ગયા. મેરૂનાં સેળ નામ
(૧) મન્દર, (૨) મેરૂ, (૩) મનોરમ, (૪) સુદર્શન, (૫) સ્વયંપ્રભ, (૬)ગિરિરાજ, (૭) રત્નચ્ચય, (૮) શિશ્ચય, (૯) લેક-મધ્ય,(૧૦) નાભી, (૧૧) અ૭ (અથવા અસ્ત), (૧૨) સૂર્યાવર્ત, (૧૩) સૂર્યાવરણ, (૧૪) ઉત્તમ (અથવા ઉત્તર), (૧૫) દિશાદિ અને (૧૬) અવતંસ.૧ પદૈઃ સંબંધી વિચાર–
અત્ર દ્વિવચનને બદલે બહુવચનને પ્રયોગ કર્યો છે તે શું યોગ્ય છે એવો પ્રશ્ન ઉઠાવનારે શ્રી સિદ્ધસેન દિવાકરે કલ્યાણ-મંદિર સ્તવના કરમા પદ્યમાં “મવતિહા” એમ કેમ લખ્યું છે તે પણ સાથે સાથે વિચારવું એટલુંજ અત્ર નિવેદન કરવામાં આવે છે.
૧ આ નામેના અર્થ સંબંધી વિવરણ સાર જુઓ જમ્બુદ્વીપ-પ્રજ્ઞપ્તિની શાંતિચન્ડીયા વૃત્તિ (પૃ. ૩૭૪-૭૭૫).