SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. જિનસ્તુત ] स्तुतिचतुर्विंशतिका બ્લેકાર્થ શ્રીવાસુપૂજયને વન્દન હેલેક્સને) વનનીય (વિભ)! હે(ત્રીસ અતિશયરૂપી અથવા જ્ઞાનરૂપી) લક્ષ્મીવાનું વાસુપૂજ્ય ! હે પાપરહિત (પરમેશ્વર)! હે જિનવર! હે (ઉદય પામતા) નવીને સૂર્યના જેવી (રક્ત) કાન્તિવાળા (બારમા તીર્થંકર ) ! હે નિષ્કપટી (તીર્થરાજ )! (મેલે ગયેલા હોવાથી) સંસારમાં નિવાસ નથી જેને એવા હે (દેવાધિદેવ)! હે રક્ષક [ અથવા હેકપટ તેમજ સંસાર–વાસ (રૂપી કેદખાના)થી બચાવનારા વિશ્વબંધે]! હે સામર્થ્યમાં (અથવા વેગમાં) ઉત્કૃષ્ટ (પ્ર)! હે નૂતન ગજ-સ્તંભના સમાન હતવાળા (પરમેશ્વર). ભક્તિની નવીન (અર્થાત હમણાજ પ્રાપ્ત થયું છે ધર્મ-બધિબીજ જેને) એવી, વળી (સ્તુતિને પ્રારંભ કરેલ હોવાથી ) શબ્દ-સહિત એવી, તથા નિરંતર પૃથ્વીને સ્પર્શીને રહેલા છે. કેશે જેના એવી (અર્થાત્ અત્યંત ભકિત-ભાવમાં લીન થઈ ગયેલી એવી), તથા વળી અત્યંત નમ્ર તેમજ શ્રમ (અથવા દુઃખ) ને ધારણ કરનારી એવી આ શ્રેણિને, હે લક્ષ્મીના ઉત્પત્તિસ્થાનરૂપ (નાથ) ! તું સંસાર –ભ્રમણ)રૂપી ભયથી [અથવા (લક્ષમીદ્વારા ઉત્પત્તિ છે જેની એવા) કંદર્યથી ઉદ્ભવતી ભીતિથી ](સત્વર) બચાવ.”—૪૫ સ્પષ્ટીકરણ શ્રીવાસુપૂજય-ચરિત્ર વાસુપૂજ્ય રાજા અને તેમના પત્ની જયા રાણીના નન્દન વાસુપૂજ્ય સ્વામીને જન્મ ચંપા નગરીમાં થયેલ હતું. તેમનું સિત્તેર (૭૦) ધનુષ્ય પ્રમાણનું શરીર મહિષ(પાડા)ના લાંછનથી અંક્તિ હતું તેમજ તેમને વર્ણ રક્ત હતે. આ તીર્થંકરે પણ તીર્થ પ્રવર્તાવ્યું તે પૂર્વે પાણિ-ગ્રહણ કર્યું હતું, એમ કહેવામાં આવે છે, જોકે હેમચન્દ્રાચાર્યકૃત “ ત્રિષષ્ટિશલાકા-પુરૂષચરિત્રમાં તે તેમને બાલબ્રહાચારી બતાવ્યા છે. બહોતેર (૭૨) લાખ વર્ષનું આયુષ્ય સમાપ્ત થતાં તેઓ અક્ષય-પદને પામ્યા. પદ-પરિચય આપવા તેમજ ત્યાર પછીનાં બીજાં ત્રણ સુદ્ધાં સમવૃત્તિમાં અને તેમાં પણ સાધારણ રીતે મોટા ગણાતા સ્ત્રગ્ધરા વૃત્તમાં રચાયેલાં છે. સ્ત્રગ્ધરાનું લક્ષણ એ છે કે ___."म्रनैर्यानां त्रयेण त्रिमुनियतियुता स्रग्धरा कीर्तितेयम् " - ૧ આ સંબંધમાં કેટલાકોનું એમ માનવું છે કે આ પ્રમાણેનું જે બે ગ્લેમાં વર્ણન કર્યું છે તે ભૂલ લોકો નથી, પરંતુ તે પ્રક્ષિપ્ત લે છે અને વિશેષમાં તે દિગમ્બરની અનુકૃતિ છે. કેમકે તે સમયમાં રચાયેલા વાસુપૂજ્ય-ચરિત્રમાં તે વાસુપૂજ્ય પ્રભુને અમુક પુત્રના પિતા તરીકે ઓળખાવવામાં આવ્યા છે, ૨ આ પઘમાંના ત્રીજા ચરણમાં ભકારનું જબરું જોર જણાય છે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy