SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતઃ ]. स्तुतिचतुर्विंशतिका ૧૩૭ [ અથવા મૈથુન, (દ્રવ્યાદિક સંબંધી) અભિલાષ અને ગર્વના વૈરી ] એવા તીર્થંકરે આ પૃથ્વીને વિષે પ્રરૂપેલે તથા વળી (સર્વ જનના મનવાંછિતને પરિપૂર્ણ કરીને ) સિદ્ધ કરી છે–ચરિતાર્થ કરી છે ક૯૫વૃક્ષની ઉપમા જેણે એ ( આ જૈન) મત જ્ય પામે છે.”—૩૮ સ્પષ્ટીકરણ ક૯પવૃક્ષ જૈન શાસ્ત્રમાં કલ્પવૃક્ષના દશ પ્રકારે બતાવ્યા છે. વિશેષમાં આવાં કલ્પવૃક્ષો આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે, એમતે મતનું માનવું છે. આ દશ જાતનાં કલ્પવૃક્ષોનું સ્વરૂપ ટુંકમાં નીચે મુજબ છે – (૧) મઘાંગ નામનું કલ્પવૃક્ષ યાચના કરવાથી તાલ સ્વાદિષ્ટ મઘ સમે છે. (૨) ભાગનામક કલ્પવૃક્ષ ભંડારીની માફક પાત્ર પૂરાં પાડે છે. (૩) ત્યગ એવા નામથી પ્રસિદ્ધ કલ્પવૃક્ષ ત્રણ પ્રકારનાં વાદિવ્ય આપે છે. (૪) દીપશિખા અને (૫) જયોતિષ્કા નામનાં કલ્પવૃક્ષો અત્યંત પ્રકાશ આપે છે. (૬) ચિત્રાંગ કલ્પવૃક્ષ વિચિત્ર પુષ્પોની સુવાસિત માલાઓ આપે છે. (૭) ચિત્રરસ કલ્પવૃક્ષ રઈઆની જેમ વિવિધ જાતનાં ભેજન પૂરાં પાડે છે. (૮) મયંગના નામથી ઓળખાતું કલ્પવૃક્ષ મનવાંછિત આભૂષણે બક્ષે છે. (૯) ગેહાકાર કલ્પવૃક્ષ ગંધર્વ નગરની જેવાં એક ક્ષણમાં સુંદર ઘરો–મહેલે આપે છે. (૧૦) અનગ્ન કલ્પવૃક્ષ યથેષ્ઠ વસ્ત્રો આપે છે. ઉપર્યુક્ત કલ્પવૃક્ષોને સદ્ભાવ પંદર કર્મભૂમિમાંનાં પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રોમાં સર્વદા સંભવ નથી. પરંતુ ઉત્સર્પિણી કાલના છેવટના ત્રણ અને અવસાણુ કાલના પહેલા ત્રણ આરામાં આ ક્ષેત્રમાં તે હૈયાતી ધરાવે છે. પાંચ મહાવિદેહ ક્ષેત્રો પૈકી દરેકમાં નિરંતર અવસર્પિણ કાલનો ચોથો આરે પ્રવર્તતું હોવાથી ત્યાં તે ન હોય, પરંતુ મેરૂની નજદીકમાં હોય છે. દેવકુર, ઉત્તરકુર, હરિવર્ષ, રમ્ય, હૈમવત અને હૈરણ્યવત એ નામનાં છએ ક્ષેત્રોમાં તે (એકંદરે આ ત્રીસે ક્ષેત્રમાં) તેમજ ૫૬ અંતદ્વપમાં નિરંતર યુગલિક હોય છે, તેથી ત્યાં સર્વદા કલ્પવૃક્ષ વિદ્યમાન છે. मानवीदेव्याः स्तुति धनरुचिर्जयताद् भुवि मानवी गुरुतराविहतामरसंगता। कृतकराऽस्त्रवरे फलपत्रभा गुरुतराविह तामरसं गता ॥ ४० ॥ १० ॥ ૧ હિંદુ શાસ્ત્ર પ્રમાણે સ્વર્ગમાં આવા પાંચ દેવ-વક્ષે છે અને તેને મદાર, પારિજાતક, સંતાનક, કલ્પ અને હરિશ્ચન્દનના નામથી ઓળખાવવામાં આવે છે. ૨ આ કલ્પવૃક્ષના સંબંધી વિશેષ માહિતીને માટે જુઓ જમ્બુદ્વીપ-પ્રાપ્તિના ૨૦ મા સત્ર ઉપરની શાનિચન્દ્રિય વૃત્તિ. 2 “તાડી” હા પાટT
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy