________________
૭૩
જિનતુત ]
स्तुतिचतुर्विंशतिका અભિલાષાયુક્ત એવા મનમાં ઉત્પન્ન થતી માયાને પ્રધ્વંસ કર્યો છે જેણે એવા] (હે પ્રવચન)! હે જિનેશ્વરના આગમ! જે (ભાવ) પ્રાણીઓને મૃત્યુ અને જન્મરૂપ અહિતને માટે થાય છે, તે અમારા દીર્ધ ભવને (સંસારને) તું અત્યંત લધુ કર (અર્થાત અમારાં જન્મ-મરણને અંત લાવી તું મુક્તિ અર્પણ કર ).”
અથવા (તાડવ નૃત્યના સમયે) ઊંચું ફેંક્યું છે ચર્મ જેણે એવા તેમજ વળી ઉત્તમ પર્વત (અર્થાત્ કૈલાસ)ને વિષે ચિત્ત છે જેનું એવા મહાદેવની માયાનું નિર્મથન કર્યું છે જેણે એવા હે જિનરાજના સિદ્ધાન્ત ! જે (ભવ) પ્રાણીઓનાં મૃત્યુ અને જન્મના નાશને અર્થે થતો નથી (કિન્તુ ઉલટી તેની વૃદ્ધિ કરે છે) તે દીર્ધ ભવને તું અત્યંત ટુંકે કર.”૧૫
સ્પષ્ટીકરણ આગમ
“જાન્સ કરતા વિજ્ઞાનનેડથી નેત્યાનમઃ ” અર્થાત જે દ્વારા મર્યાદિતપણે અર્થને બંધ થાય તે “આગમ છે. આ આગમ શબ્દ-જ્ઞાન છે અને એ જૈનેએ માનેલાં “પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારનાં પ્રમાણમાંના પરોક્ષ પ્રમાણના સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ એ પાંચ પેટા-વિભાગોમાંનું એક છે. ટૂંકમાં કહીએ તે લકત્તર આપ્તપુરૂ
નાં વચનોથી પ્રકટ થયેલા અર્થના જ્ઞાનને “આગ” કહેવામાં આવે છે. ઉપચારથી આપ્ત જનનાં વચને પણ આગમ' કહેવાય છે.
એ ધ્યાનમાં રાખવા જેવું છે કે જે શાસ્ત્રમાં પ્રત્યક્ષ, અનુમાન ઈત્યાદિ પ્રમાણેથી વિરૂદ્ધ કથન ન હોય, જેમાં આત્મોન્નતિને લગતે વિશેષતઃ ઉપદેશ આપવામાં આવ્યું હોય, જેમાં તરવના ગંભીર સ્વરૂપ ઉપર પૂરતે પ્રકાશ પાડવામાં આવ્યું હોય, જેમાં રાગ-દ્વેષને સર્વથા તિલાંજલિ આપવામાં આવી હોય, તેવું પવિત્ર શાસ્ત્ર “આગમ' એવી સંજ્ઞાને લાયક ગણી શકાય.
૧ પ્રમાણ સંબંધી સ્થલ માહિતી સારૂ જુએ ન્યાયવિજયજીકૃત ન્યાયકુસુમાંજલિના તૃતીય સ્તબકને મારો વિવેચનાત્મક અનુવાદ.
૨ કહેવા લાયક (અભિલા) પદાર્થોને જે યથાર્થ રીતે જાણે છે અને જેવું જાણે છે તેવું જ કહે છે, તે આપ્ત કહેવાય છે. આ આપ્તના લૈકિક અને લેકોત્તર' એમ બે પ્રકાર છે. તેમાં પિતા વિગેરે લૌકિક આપ્ત છે, જ્યારે સર્વા, તીર્થંકરાદિ “કેત્તર આપ્ત” છે. ' 8 ઉપચાર એટલે “આપ”. જે વસ્તુ જેમાં ન હોય, છતાં તેમાં કારણવશાત તેને આરેપ કરવો તે ઉપચાર, આરેપ, સમારોપ છે. દાખલા તરીકે અવિકલ કારણને કેટલેક સ્થલે કાર્ય જેવું ગણવામાં આવે છે. જેમકે ખાબચીઆનું પાણી પગના રોગનું કારણ છે, તેથી તે ખાબોચીઆના જલને ઉપચારથી રોગ કહી શકાય છે. તેવી જ રીતે પ્રસ્તુતમાં યથાર્થ આગમ-જ્ઞાનનું કારણ આપ્ત પુરૂષોનાં વચન હોવાથી, તે વચનેને ઉપચારથી આગમ કહી શકાય. અર્થાતુ જે કે આપ્તનાં વચને ભાષા-વર્ગણાના પુદગલરૂપ છે, પરંતુ તે આગમ-જ્ઞાનનું અવિકલ કારણ હોવાથી તેમાં આગમનો આરોપ, ઉપચાર થઈ શકે છે,