________________
६७
જિનતુત:]
स्तुतिचतुर्विंशतिका
શ્લેકાર્થ સમસ્ત જિનેશ્વરને પ્રાર્થના
હે જિનેશ્વરે ! ગયા છે રોગે જેમના (અથવા જેમનાથી) એવા, વળી મહાનું (ધર્મ-) ચક્ર છે જેમની પાસે એવા, તથા પૃથ્વીને વિષે સમરત માનવ-જાતિના હિતને ધારણ કરનારા (અર્થાત્ સમગ્ર બ્રહ્માણ્ડના બંધુ) એવા, તેમજ અમાન્ય છે મેહ અને સંગ્રામ જેમને એવા [અથવા અસંમત છે સ્નેહના સંગ્રામો જેમને એવા અથવા અવિદ્યમાન છે દર્શનના મેહ (મિથ્યાભિનિવેશીને લઈને થતો (વાદરૂપી) કલહ જેમને વિષે એવા ], અને વળી મૃત્યુને અંત આણનાર [અથવા મહાવ્રતાદિક (ની પાલના) વડે મનેહર) એવા તમે મારા અજ્ઞાનને દૂર કરવા પ્રયાસ કરે.”—૧૪
સ્પષ્ટીકરણ જિનેશ્વરનું વિશ્વબંધુ –
આ શ્લેકમાં જિનવરને સર્વ જનને હિતકારી તરીકે ઓળખાવ્યા છે, તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. કેમકે તીર્થકર તરીકે જન્મ લે તે પૂર્વેના બીજા ભવમાં, (આગળ ઉપર) તીર્થંકર તરીકે ઉત્પન્ન થનારે જીવ “સવિ જીવ કરૂં શાસનરસી” એવી અપૂર્વ અને ઉત્તમ ભાવના ભાવે છે. (અને તેમ કરીને તીર્થંકર-નામ-કર્મ બાંધે છે.) આ પ્રમાણે ત્રણ ત્રણ ભવ થયાં જગત નું કલ્યાણ કરવાની તીવ્ર ઉત્કંઠા રાખનારી વ્યક્તિ તીર્થકરત્વ પ્રાપ્ત કર્યા બાદ તે ભાવનાને વધારે પુષ્ટ બનાવે છે તેમાં નવાઈ ખરી કે? વળી એ પણ ક્યાં અજાણ્યું છે કે –
“अयं निजः परो वेति, गणना लघुचेतसाम् ।
उदारचरितानां तु, वसुधैव कुटुम्बकम् ॥" તીર્થકરનું અલૌકિક ગુરૂત્વ- આ લેકમાં તીર્થકરોને મૃત્યુને અંત આણનારા કહ્યા છે, તે ઉપરથી એમ સમજવાનું છે કે તેઓ પોતે સંસાર-સાગર તરી જાય છે એટલું જ નહિ, પણ અન્ય જીવેને સત્ય માર્ગે લાવીને તેમને પણ તેઓ તારે છે. વળી એ તે દેખીતી વાત છે કે સંસાર-સાગર તરી ગયા અર્થાત્ મુક્તિ મળી ગઈ કે પછી જન્મ-મરણના ફેરા ફરવા પડતા નથી, એટલે કે યમરાજનું જ જાણે મૃત્યુ થાય છે.
આ ઉપરથી એ વાત સ્પષ્ટ જોઈ શકાય છે કે તીર્થકર સાધારણ ગુરૂ નથી, પરંતુ તે સર્વોત્તમ ગુરૂ છે, કેમકે તે પોતે પણ મૃત્યુને પરાજ્ય કરે છે અને અન્ય જનેને પણ તેમ કરતાં શીખવે છે. અર્થાત્ તે સ્વયં સંસાર-સાગર તરી જાય છે અને વળી અન્ય જીવેને પણ
૧-૬ આ બધાં વિશેષણો સંબંધનના અર્થમાં પણ ઘટાડી શકાય તેમ છે.