SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતુત:] स्तुतिचतुर्विंशतिका દાખલા તરીકે કણદ અષિનું વિશેષિક દર્શન અને ગૌતમ ઋષિએ પ્રરૂપેલું તૈયાયિક દર્શન નૈગમ” નયમાંથી નીકળેલ છે. આ દર્શનકારે “સામાન્ય” અને “વિશેષને સર્વથા પૃથક્ માને છે તેમજ ગુણ અને ગુણ વચ્ચે પણ અત્યંત ભેદભાવ માને છે. આથી કરીને નૈગમ નય તેમના સંબંધમાં તે “નૈગમાભાસ” બને છે. કપિલ ઋષિએ પ્રવર્તાવેલ “સાંખ્ય” દર્શન તેમજ શંકરાચાર્ય સમર્થન કરેલ “અદ્વૈતવાદ એ બે દર્શનેની ઉત્પત્તિ સંગ્રહ’ નયમાંથી થઈ છે. આ બંને મહાત્માએ “સામાન્ય ને જ માને છે અને વિશેષ”ને સર્વથા તિરસ્કાર કરે છે. આ પ્રમાણે સંગ્રહ નય આ મહર્ષિઓની સંગતિ કરવાથી “સંગ્રહાભાસ” બની જાય છે. બહપતિપ્રણીત ચાવક દર્શન “વ્યવહારનયમાંથી ઉદ્ભવેલ છે. આ દર્શનમાં અવા. સ્તવિક રીતે દ્રવ્ય અને પર્યાયના વિભાગો કરવામાં આવ્યા છે અને એમાં ઈન્દ્રિય-પ્રત્યક્ષ ઉપર સર્વથા ભાર મૂકવામાં આવે છે. વિશેષમાં એ દર્શન ગત અને અનાગત કાલની સત્તા સ્વીકારતું નથી. આથી કરીને વ્યવહાર નય ચાર્વાકના પરિચયથી “વ્યવહારાભાસ' બને છે. ગૌતમ બુદ્ધે પ્રવર્તાવેલું “બૌદ્ધ દર્શન જુસૂત્ર' નયનું સર્વથા આલંબન લે છે. એ દર્શન નમાં દ્રવ્યને સર્વથા અપલાપ કરવામાં આવે છે અને ફક્ત પર્યાયનીજ સત્તા સ્વીકારવામાં આવી છે. આ દર્શન પણ વર્તમાન કાલનું જ અસ્તિત્વ માને છે, આથી આ ત્ર સૂત્ર બૌદ્ધના હાથમાં જતાં “જુસૂત્રાભાસ” બને છે. બાકીના ત્રણ નાનું એકાન્તતઃ સેવન કરનારા વૈયાકરણીઓ છે. તેમાં કાલ, લિંગ, ઈત્યાદિના ભેદથી શબ્દોના અર્થમાં સર્વથા ભિન્નતા માનનારાના સંબંધમાં શબ્દ નય “શબ્દાભાસ બને છે, એવી જ રીતે વ્યુત્પત્તિમાં ફરક પડવાથી તે શબ્દના અર્થો તદ્દન જૂદાજ થાય છે એમ માનવું તે “સમભિરૂઢાભાસ છે, એજ પ્રમાણે વળી, વ્યુત્પત્તિ-અર્થસૂચકકિયા-વિશિષ્ટ વસ્તુનેજ શબ્દ-વાચ્ય સ્વીકારનારા “એવંભૂતાભાસ રૂપી ભૂતના પંજામાં સપડાયેલા છે એમ સમજવું ખોટું નથી. કઈ પણ વસ્તુ વિષે અંતિમ અભિપ્રાય દર્શાવવા પૂર્વે તે વસ્તુની બન્ને બાજુઓ તપાસવી જોઈએ એ તે લૈકિક નિયમ પણ છે, તે પછી જ્યારે આત્મા, ઈશ્વર, મુક્તિ ઈત્યાદિ પરત્વેનું કથન કરવું હોય, તે દીર્ધદષ્ટિ-પૂર્વક, ખૂબ વિચાર કર્યા બાદ, સર્વ સંગને ધ્યાનમાં લઈને તે કથન કરવું જોઈએ એમાં કહેવું જ શું? ટૂંકમાં જે દર્શનમાં સાતે નને યથાયોગ્ય સ્થાન આપવામાં આવે અને વળી કઈ પણ નયને તેના મર્યાદિત ક્ષેત્રની બહાર જવા દેવામાં ન આવે, ૧ મહાવીરસ્વામીએ પિતાના મરિચી તરીકેના ભવમાં ત્રિદંડીને વેશ સ્વીકાર્યો હતો. એને કપિલ નામે શિષ્ય હતું. આ શિષ્ય મરીને દેવલોક ગયે અને ત્યાંથી તેણે પોતાના આસુરીનામક શિષ્યને વ્યક્તઅવ્યક્તની પ્રરૂપણ કરી. આ પ્રરૂપણ એ સાંખ્ય દર્શનની ઉત્પત્તિ છે, એમ જૈને માને છે. ૨ આને કેટલાકે મહાવીર પ્રભુના શિષ્ય ગૌતમસ્વામી (ઈન્દ્રભૂતિ) સમજવાની ભૂલ કરી હતી. અને તેમ કરીને તેઓએ બૌદ્ધ ધર્મ એ જૈન ધર્મની શાખા છે એમ પણ મળ્યું હતું, પરંતુ આ તેમની માન્યતા પાયાવિનાની છે. એવી રીતે જેઓ જૈન ધર્મને બૌદ્ધ ધર્મને ફાટે ગણે છે તેઓ પણ ભૂલે છે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy