SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ જિનસ્તુતય: ] મદનું સ્વરૂપ અને તેના પ્રકારો— મનુ એ ગજરાજ છે, કેમકે તે વિનયરૂપી વિશાળ વૃક્ષની મૂળ સુધી નીચી નમેલી શાખાઆને મરડી નાંખે છે, સદ્ગુણરૂપી સુવર્ણની શૃંખલાને તોડી નાંખે છે, દુર્વચનરૂપી ધૂળના સમૂહને ઉડાડે છે અને માર્દવરૂપી અંકુશની પણ અવગણના કરવા તૈયાર થઇ જાય છે. મને ઉગ્ર વિષધર–અજગર કહેવામાં આવે, તે તેપણુ ક'ઈ ખોટું નથી; કારણુકે આ મદરૂપી અજગરના એક ફુંફાડામાત્રથી મનુષ્ય બેભાન ખની જાય છે અને દુર્ગતિરૂપ ખાડામાં પટકાઈ મરે છે. આ મનુને શાસ્ત્રમાં પર્વતની પણ ઉપમા આપવામાં આવી છે તે પણ વાસ્તવિક છે, કેમકે જેમ પર્વતને શિખરા હાય છે, તેમ આ મદરૂપી મહીધરને પણ જાતિ-મદ, લાભ-મદ ઈત્યાદિ આઠ શિખરો છે. વળી આ ગિરિમાંથી આપત્તિરૂપી નદીએની શ્રેણિ વહે છે અને જ્વાલામુખી પર્વતમાંથી જેમ ધુમાડાના ગોટેગોટા નીકળે છે, તેમ આ મરૂપી પર્વતમાંથી હિ'સારૂપી ધુમાડાના ગોટેગોટા નીકળે છે અને તેના ક્રોધરૂપી ભભકા અગ્નિ ચામેર ફેલાઇને ઉપશમરૂપી ભાગ-મંગીચાને ભસ્મીભૂત બનાવી દે છે. स्तुतिचतुर्विंशतिका આ પ્રમાણે વિનય, શાસ્ત્ર અને સદાચારના સંહાર કરનારા, તથા ધર્મ, અર્થ અને કામરૂપી ત્રિવર્ગને પણ તિલાંજલિ અપાવનારા, તેમજ મનુષ્યના વિવેકરૂપી નેત્રના નાશ કરનારા એવા આ મદના (૧) જાતિ-મદ, (૨) લાલ–મદ, (૩) કુલ-મદ, (૪) ઐશ્વર્ય-મદ, (૫) અલ-મદ, (૬) રૂપ-મદ, (૭) તપ-મદ અને (૮) શ્રુત-મદ એમ આઠ પ્રકારો છે. ૫૩ કહેવાની મતલબ એ છે કે કોઈકને પાતે કેવી ઉત્તમ જાતિના છે એવું અભિમાન હાય છે, તે કોઈકના મનમાં એમ અહ‘કાર આવે છે કે હું કેવા લાભર ઊઠાવી રહ્યો છું; વળી કોઈક એમજ ગર્વ ધારણ કરે છે કે મારા કુળની આગળ બીજા બધાનાં કુળા તે શી ગણત્રીમાં છે; જયારે કોઈક મનમાં ને મનમાં એમજ ફૂલાય છે કે મારા જેવી ઠકુરાઇ ( ઐશ્વર્ય ) તો અન્યને સ્વપ્ને પણ કયાંથીજ હાય ! વળી કાઈ એમજ મનમાં ને મનમાં મલકાય છે કે મારા જેવા અલવાન્—પરાક્રમી તેા આ આખી આલમમાં કોઇજ નથી. વળી કોઇક એમજ માને છે કે મારા જેવું તેજ, રૂપ, લાવણ્ય અન્યત્ર ક્યાંથીજ સ*ભવે ? તા કોઈક એમજ મનમાં કાંકા રાખે છે કે મારા જેવી ઘાર તપસ્યા કરનાર કાણુ ? વળી કાઈક જ્ઞાન—લવ-સ્તુવિદગ્ધ મનુષ્ય ત પાતેજ ભણેલા છે, પાતેજ વિદ્વાન છે, પોતાની આગળ અન્ય જા તે મૂર્ખ છે, પેાતાના જેવું જ્ઞાન અન્યત્ર છેજ નહિ એવી ડંફાસ ઢાંકવામાંજ મેાજ માને છે. ૧ સરખાવેશ— ધરા કાંઈ હિત શીખામણ યાન, ગર્વથી નથી નાથ ! કલ્યાણુ, અભિમાન પર્વત છે માટા, હેઠળ ઊંડી ખાઈ; ચડ્યા પડ્યા તે નર પડાયા, છરમાં ગયા છૂંદાઈ,—ધરા 000 ... ——દ્રૌપદીનાટક.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy