SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પર સ્તુતિચતુર્વિશતિકા [ ૩ શ્રીશૈભવ બ્લેકાર્થ જિનેશ્વરેને આશ્રય કરવાથી પ્રાપ્ત થતું ફળ હે સત્વર વન્દન કરતા સુરે વડે સ્તુતિ કરાયેલ! હે ભયરહિત! હે પર (પ્રાણીઓ) ને નહિ મારનારા (અર્થાત્ હે સર્વજીવરક્ષક) ! હે મદન, માન, ( આઠ પ્રકારના) મદ અને મરણથી રહિત! હે (ઉપર્યુક્ત વિશેષણોથી અલંકૃત) જિન–સમૂહ! વિશિષ્ટ કાંતિ વડે ઉત્કૃષ્ટ એવી લક્ષ્મી દેવી) તને પ્રણામ કરનારાને (શીધ્ર) આશ્રય કરે (અર્થાત્ તારા સેવકે ધનવાન બને).”—૧૦ સ્પષ્ટીકરણ જિનેશ્વરનાં લક્ષણે આ દ્વારા આપણે જિનેશ્વરનાં લક્ષણે જોઈ શકીએ છીએ. તેમાં જે નિર્ભય હોય તે જિનેશ્વર છે–ઈશ્વર છે એમ કહેવામાં જરા પણ વધે નથી, કેમકે ભયભીત થવાનું કારણ અજ્ઞાન છે. આથી જે સર્વથા નિર્ભય હોય તે સંપૂર્ણ જ્ઞાનવાનું હવે જોઈએ, અર્થાત્ તે સર્વસ છે અને જે સર્વજ્ઞ છે તે ઈશ્વર છે એમ તે જૈન શાસ્ત્ર ખુલ્લે ખુલ્લું કહે છે. આ ઉપરથી જિનેશ્વરનું લક્ષણ નિર્ભયત્વ એમ જોઈ શકાય છે. વળી સર્વજીવરક્ષક વ્યક્તિ જિનેશ્વર છે એમ જૈનેનું માનવું છે. આથી હિંદુ શાસ્ત્રાનુસાર સૃષ્ટિને સંહાર કરનારા શંકર ઈશ્વરની કોટિમાં જૈન-દષ્ટિએ મૂકી શકાય તેમ નથી. એ પણ કહેવું અસ્થાને નહિ ગણાય કે જૈન શાસ્ત્ર પ્રમાણે ઈશ્વર જગને જનક, રક્ષક કે ભક્ષક નથી. અર્થાત્ બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સંબંધમાં જે એમ કહેવામાં આવે છે કે બ્રહ્મા સૃષ્ટિને ઉત્પન્ન કરે છે, વિણ તેનું પરિપાલન કરે છે, જ્યારે શિવ તેને સંહાર કરે છે, તેવું સ્વરૂપ જૈન શાસ્ત્રકારો ઈશ્વરનું આલેખતા નથી એટલું જ નહિ પણ તે તેમને માન્ય પણ નથી. માને અને મદમાં તફાવત આ લેકમાં જિન-કદમ્બકને માન અને મધ એમ બંનેથી રહિત વર્ણવ્યા છે, તે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું માન અને મદ એ બેમાં કંઈ ફરક છે? સાધારણ રીતે વિચારતાં તે માન અને મદ એ બંનેને અર્થ અભિમાન, અહંકાર થાય છે, ત્યારે અત્ર શી વિશેષતા છે વાર? આના સંબંધમાં કહેવાનું કે પિતાને ઉત્કર્ષ વિચારો કે હું કે બીજાથી ચડિયાત છું એ “મા” છે, જ્યારે બીજા બધા મારાથી કેવા ઉતરતા છે એમ વિચાર કરે તે “મદ” છે. અર્થાત “માન, એ સ્વત્કર્ષવાચક છે, જ્યારે “મદ? એ પરાપકર્ષવાચક છે. ૧ વળી જે સર્વથા નિર્ભય છે તે સર્વશક્તિમાનું અર્થાત્ સર્વોત્તમ પરાક્રમવાળા છે; અને તે પણ વળી એટલે સુધી કે જેનાથી લેકે ત્રાસ પામે છે, જેનું પરાક્રમ અન્ય જિનેને ત્રાહિ” “ત્રાહિ પિકાર કરાવે છે, તેના પરાક્રમ કરતાં પણ નિર્ભયનું પરાક્રમ ચડિયાતું છે.
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy