________________
જિનતુતઃ ] "
स्तुतिचतुर्विंशतिका જેટલી હતી. એમણે પણ ગૃહસ્થાશ્રમમાંથી પસાર થવું પડયું હતું, પરંતુ અંતમાં એમણે સંસારને ત્યાગ કરી આત્મ-કયાણ સાધ્યું હતું. સાઠ લાખ પૂર્વનું આયુષ્ય સમાપ્ત થતાં તેઓ મુક્તિ-રમણના મહેલે જઈ ચડ્યા અને હજી પણ ત્યાં જ નિવાસ કરી રહ્યા છે, અને હવે હમેશને માટે ત્યાંજ વસનારા છે. વીતરાગની પ્રાર્થનાથી શું ફળ?—
આ લેકમાં કવીશ્વર શ્રીશેલનમુનિ શંભવનાથની પ્રાર્થના કરી તેમની પાસેથી સુખ માંગે છે. પરંતુ વીતરાગની પાસે અરજી કરવાથી શું લાભ? શું વીતરાગ દેવ પિતાના ભક્ત જને ઉપર તુષ્ટ થઈ તેમને લાભ કરી આપે ખરા કે ? અને એમ કદાચ બને તે વીતરાગ એવું નામ તેમને ઘટે ખરું કે? ઉલટું એમ ન બને કે જે વ્યક્તિ પોતાના ભક્ત જને ઉ૫ર તુષ્ટ થાય તે વ્યક્તિ તે પિતાના દુશ્મને ઉપર રૂષ્ટ થાયજ અને વળી તેને સર્વથા નાશ કરવાને, તેને “ત્રાહિ ત્રાહિ” કિરાવવાને, તેને દુઃખના દાવાનલમાં હોમવાને સદૈવ તૈયારજ હોય ત્યારે શું આ ઉપરથી એમ માનવું કે વીતરાગ દેવનું અર્ચન, તેમને કરેલી પ્રાર્થના ઈત્યાદિ નિષ્ફળ છે ?
આના સમાધાનમાં સમજવું કે વીતરાગ દેવ તેજ ખરેખર દેવ છે અને તેમ હોઈ કરીને તો તેઓ પોતાના ભક્ત જને ઉપર તુષ્ટ થતા નથી કે પિતાના શત્રુઓ ઉપર રૂષ્ટ થતા નથી, પરંતુ તેના તરફ સમભાવે વર્તે છે. આમ હકીકત હોવા છતાં પણ જેમ અગ્નિની પાસે જનારા મનુષ્યની ટાઢ આપોઆપ ઉડી જાય છે પરંતુ આથી કંઈ અગ્નિ તેના ઉપર પ્રસન્ન થઈ તેને ફળ આપે છે કે અગ્નિ તે ફળ લેવાને સારુ તેને આમંત્રણ પત્રિકા લે છે એમ નથી, તેવી જ રીતે વીતરાગ દેવની પૂજા કરવાથી, તેમની પાસે ખરા દિલથી આત્મિક સુખની માગ કરવાથી, રાગરૂપી ટાઢ સ્વતઃ પલાયન કરી જાય છે અને સુખાદિકની વિનતિ સ્વીકારાય છે.
વળી આ પ્રશ્નનો ઉત્તર એમ પણ આપી શકાય છે કે આવા વીતરાગ દેવાધિદેવના સેવકે એવા અન્ય દેવતાઓનું ધ્યાન ખેંચાતાં તેઓ પણ વીતરાગના ભક્ત જનનું પિતાનાથી બનતું કલ્યાણ કરવા તૈયાર થઈ જાય છે. શું આ વાતની પણ સાબીતી આપવી પડશે ખરી કે? એમ હોય તે વિચારે યુગાદીશ ઋષભ-પ્રભુની અનન્ય ભક્તિ કરનારા નમિ અને વિનમિનું દષ્ટાન્ત. અત્ર એટલું ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે વીતરાગ દેવ પૂજ્ય હોવાને લીધે પૂજક તેની પૂજા કરે છે અને તેમ કરીને પિતાના ઉપર, નહિ કે પૂજ્યના ઉપર, ઉપકાર કરે છે. ..
૧ કહ્યું છે કે
"नमस्कारसमो मन्त्रः शत्रुञ्जयसमो गिरिः।
वीतरागसमो देवो न भूतो न भविष्यति॥" સરખાવો વાચકવર્ય શ્રીઉમાસ્વાતિકૃત “તત્વાર્થાધિગમસૂત્રની “સબંધકારિકાના સાતમા લેકની શ્રીદેવગુપ્તસૂરિકૃત ટીકા.
૩ આ છાંતસંબંધી હકીકત ઉપર ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના પ્રથમ પર્વને ત્રીજો સંર્ગ પ્રકાશ પાડે છે,