________________
૩૭
જિનતુત ]
स्तुतिचतुर्विंशतिका અર્થાત્ આ વસ્તુ છંદમાં ૨૫ માત્રા છે. તેમાં બે ચગયું છે, ત્યાર પછી ત્રણ પ્રકારના તગણમાંથી અન્તમાં એક માત્રાવાળા બે ત ગણે, પછી વળી બે ચગણે અને એક તગણુ છે. આ વસ્તુનામક છંદનું નીચે મુજબ ઉદાહરણ આપવામાં આવે છે –
"सुरवहुमहुअरिपंतिपीअगुणपरिमलजालहं
नभमणिकिरणकलावचारुकेसरनिअरालहं । पत्थुअवत्थुअगीतिचारुमुणिनिवहमरालहं
__ तिहुअणसिरिकुलहरहं नमहु जिणपहपयकमलह॥" વ્યાકરણ-વિચાર–
વેળ તુવન્ત”એ રૂ૫ વેળવા” અને “સુનિત”ની સંધિ કરવાથી થાય છે. અત્ર કેઈને શંકા થાય કે વિસર્ગ પછી અશેષ વ્યંજન આવવા છતાં તેને લેપ કેમ સંભવે ? તે આના સમાધાન તરીકે કહેવાનું કે વિસર્ગ પછીત,થ, ૫ કે ફ થી યુક્ત સકાર આવે, તે તે વિસર્ગને વિકલ્પ લેપ થાય છે. આ વાતની સિદ્ધાન્તકૌમુદી(૮૩૩૬) સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે “ શર વા વિકારો વધ્યઃ” અને વળી ત્યાં “ામ થાતા” અને “áરિ શુતિ” એ બે દષ્ટાંત પણ આપ્યાં છે. તીર્થકરોની સંખ્યા
આ લેકમાં પણ દ્વિતીય ક્ષેકની માફક સર્વે જિનવરેની યાને તીર્થંકરની સ્તુતિ કરવામાં આવી છે, તે એ જાણવું આવશ્યક છે કે બધું મળીને તીર્થકરોની સંખ્યા કેટલી છે?
આ પ્રશ્નને ઉત્તર બે ત્રણ રીતે આપી શકાય છે-(૧) સમસ્ત ભૂત કાલમાં જે તીર્થંકર થઈ ગયા અર્થાત અત્યાર સુધીમાં જેટલા તીર્થંકર થઈ ગયા (તેમજ અત્યારે પણ જે વિદ્યમાન છે ) તેની જે સંખ્યા કરવામાં આવે, તે તે સંખ્યાને સરવાળે અનંતજ આવવાને; કેમકે અનંત કાલ–ચકે વ્યતીત થઈ ગયાં અને દરેક કાલ-ચક્રના ઉત્સર્પિણી તેમજ અવસર્પિણી એમ બંને વિભાગોમાં તીર્થકરે અસ્તિત્વ ધરાવે છે. (૨) હવે જે અત્યારે જે તીર્થકર તરીકે હૈયાત છે અર્થાત્ જે સમયે આ પ્રશ્નને આપણે વિચાર કરીએ છીએ તે સમયે જેટલા તીર્થકરે છે તેનીજ જે સંખ્યા કરવા માંગીએ તે તે વિસની આવવાની. (૩) હવે જે ફક્ત આ ચાલુ અવસર્પિણી કાલમાં જમ્બુ દ્વીપના ભરત ક્ષેત્રમાં થઈ ગયેલા તીર્થકર સંબંધી વિચાર કરીએ, તે તે ચોવીસની છે.
આ વાત લગીર વિસ્તાર–પૂર્વક વિચારવાની આવશ્યકતા છે. તેમાં પ્રથમ તે એ ધ્યાનમાં રાખવું કે તીર્થકરોને જન્મ મનુષ્ય-લેકમાં અર્થાત્ અઢીદ્વીપમાં આવેલા પાંચ ભરત, પાંચ
૧ ચાર માત્રાના ગણને ચગણ કહેવામાં આવે છે અને તેના પાંચ પ્રકારો છે –(૧) , (૨) ડા, (8)s, (૪) siા અને (૫) ss. ( ૨ ત્રણ માત્રાના ગણને તગણ કહેવામાં આવે છે અને તેના ત્રણ પ્રકારે છે–(૧) પs, (૨) s અને (૩) IT.
૩ જમ્મુ દ્વીપમાં ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્ય, હૈરણયવત અને ઐરાવત એમ સાત ક્ષેત્રે છે, ધાતકી દ્વીપમાં તેમજ પુષ્કરાઈ દ્વીપમાં પણ આ પ્રમાણે સાત સાત ક્ષેત્રે છે; પરંતુ તે ઈષકાર નામના ઉત્તર-દક્ષિણમાં આવેલા પર્વતથી પૂર્વ અને પશ્ચિમમાં વહેંચાઈ જતાં હોવાથી તેમજ વચલા ભાગમાં દ્વીપસમુદ્ર આવતા હોવાથી એકજ નામના ક્ષેત્રને બે ક્ષેત્રો તરીકે ગણવામાં આવે છે. આ ઉપરથી અઢીદ્વીપમાં પાંચ ભારત, પાંચ હૈમવત, એમ પાંચ પાંચ ક્ષેત્રે ગણતાં એકંદર ૩૫ ક્ષેત્રે છે.