________________
૩૨
સ્તુતિચતુર્વિંશતિકા
[ ૨ શ્રીઅજિત
શિલા` ઉપર પ્રભુને સ્નાન કરાવવા લાયક સિંહાસન ઉપર હર્ષભેર તે ઈન્દ્ર પ્રભુને ઉત્સંગમાં લઈને એસે છે. ત્યાર બાદ અચ્યુત-ઈન્દ્રની આજ્ઞા થતાં જન્માત્સવને લગતી સર્વ તૈયારીએ કરવામાં આવે છે. આ પ્રમાણે સંપૂર્ણ તૈયારી થઇ જતાં અચ્યુતેન્દ્રાદિ ચાસઠ ઇન્દ્રો વારા ફરતી જલાભિષેક કરે છે. અંતમાં સૌધર્મેન્દ્ર ફરીથી પાંચ રૂપ વિષુવીને પ્રભુને સ્વસ્થાને લઈ જાય છે અને ત્યાં જઈને પ્રભુના પ્રતિષિ’બને ઉપસંહત કરીને તેમને તેમની માતાની પાસે સ્થાપન કરે છે અને ત્યાર પછી જિન-માતાની અવસ્વાપિની નિદ્રા દૂર કરે છે. વિશેષમાં તે કુબેરનેર બત્રીસ કરોડ સુવર્ણાદિકની વૃષ્ટિ કરવા ફરમાવે છે અને તત્કાળ તે કુબેર જભક દેવતાઓને તદનુસાર આજ્ઞા
૧ આ પૃથ્વી ઉપર અસંખ્ય દ્વીપા અને સમુદ્રો છે. તેમાં સૌથી મધ્યમાં ગાળાકારે જમ્મૂ દ્વીપ છે અને તેની આસપાસ ફરતા બમણા વિષ્ણુમ્ભવાળા લવણ સમુદ્ર છે. આ સમુદ્રને ચારે બાજુ ઘેરીને ધાતકી દ્વીપ રહેલા છે અને આ દ્વીપની ચારે બાજુએ કાલાદ સમુદ્ર આવેલા છે, ત્યાર બાદ તેની ચારે બાજુએ પુષ્કર દ્વીપ એમ અનેક દ્વીપ–સમુદ્રો આવેલા છે. છેવટે સ્વયંભૂરમણ સમુદ્ર આવે છે. આ દરેક દ્વીપ-સમુદ્ર વલયાકારે છે અને અનુક્રમે તે દરેક એક એકથી બમણુ વિષ્ણુમ્ભવાળા છે. પુષ્કર દ્વીપના મધ્યભાગમાં ગાળાકારે માનુષેાત્તર પર્વત આવેલા છે અને આથી આ દ્વીપના એ વિભાગે પડી જાય છે. આ બધા દ્વીપ-સમુદ્રની મધ્યમાં મેરૂ પર્વત છે. અને તે જમ્મૂ દ્વીપમાં આવેલા છે. આ ઉપરાંત ધાાતકી દ્વીપમાં તેમજ પુષ્કરાદ્ધ દ્વીપમાં એ મેરૂ પર્વત છે. અર્થાત્ આ અઢીદ્વીપમાં એટલે કે મનુષ્ય-લાકમાં બધું મળીને પાંચ મેરૂ પર્વત છે. આ દરેક પર્વત ઉપર પાણ્ડુ શિલા, પાણ્ડકમ્મલ શિલા, રક્ત શિલા અને રક્તકસ્બલ શિલા એ નામની ( અથવા અન્યત્ર કહેવામાં આવે છે. તેમ પાણ્ડકમ્મલા, અતિપાણ્ડકમ્મલા, રકતકક્ખલા, અને અતિરક્તકસ્ખલા એ નામની ) પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, અને ઉત્તર દિશાઓમાં ચાર ચાર શિલાએ છે અર્થાંત્ એક દર વીસ શિલાઓ છે. હવે આ પાણ્ડ શિલા ઉપર બે સિંહાસને છે અને આ સિંહાસના ઉપર પૂર્વ મહાવિદેહમાં સાથે ઉત્પન્ન થયેલા તીર્થંકરાને જન્માભિષેક થાય છે; અર્થાત્ આ મહાવિદેહની ઉત્તર દિશામાં આવેલા વિજયમાં ઉત્પન્ન થયેલા તીર્થંકરના આ શિલા ઉપરના ઉત્તર દિશાના સિંહાસન ઉપર અને દક્ષિણ દિશામાંના વિજયમાં તત્સમયે ઉત્પન્ન થયેલા તીર્થંકરના આ શિલા ઉપરના દક્ષિણ દિશામાં આવેલા સિંહાસન ઉપર જન્માભિષેક કરવામાં આવે છે ખીજી પાણ્ડકમ્મલ શિલા ઉપર એકજ સિંહાસન છે અને આ સિંહાસન ઉપર ભરતક્ષેત્રમાં જન્મેલા તીર્થંકરાને (દાખલા તરીકે પ્રસ્તુતમાં અજિતનાથના ) જન્માભિષેક કરવામાં આવે છે. ત્રીજી રકત શિલા ઉપર પ્રથમની માફક એ સિંહાસનેા છે અને ત્યાં પશ્ચિમ મહાવિદેહમાંના ઉત્તર અનેાક્ષણ વિજયામાં સાથે જન્મેલા તીર્થંકરોના અભિષેક થાય છે. ચેાથી રકતકમ્બલ શિલા ઉપર એકજ સિંહાસન છે અને ત્યાં ઐરાવત ક્ષેત્રમાં જન્મેલા તીર્થંકરાના અભિષેક થાય છે.
૨ ભુવનતિ તેમજ વૈમાનિક દેવતાઓના ઇન્દ્ર, સામાનિક ભિયાગિક ઈત્યાદિ દશ ભેદે છે અને તેમાં લોકપાલ નામનો પણ એક ભેદ છે. આ લાકપાલના સામ, યમ, વરૂણ અને કુબેર એમ ચાર ભેદાન્તર છે, આમ ભેદ પાડવાનું કારણ એ છે કે સામ પશ્ચિમ-દિશા તર્કના પ્રદેશનું રક્ષણ કરે છે, જ્યારે યમ દક્ષિણ તરફના, વરૂણ પૂર્વ દિશા તરફ્ના અને કુબેર ઉત્તર દિશામાં આવેલા પ્રદેશનું કેાટવાલની માફ્ક સંરક્ષણ કરે છે. કુબેરને વૈશ્રમણ અથવા વૈશ્રવણના નામથી પણ ઓળખવામાં આવે છે. ઇન્દ્રની આજ્ઞાનુસાર તે તિર્થંક-જાંભક દેવતાઓને વૃષ્ટિ કરવાના આદેશ આપે છે. કુંખેર સંબધી હકીકત આવશ્યક–ટીકામાંથી મળી શકશે, તેમ શ્રીભગવતીમાં લોકપાલવિષયક અધિકારમાંથી પણ મળશે.
૩ એક દર રીતે આવી દૃષ્ટિએ ત્રણ વાર થાય છે અર્થાત્ (૧)તીર્થંકર ગર્ભમાં આવતાં, (૨) તેમનેા જન્મ થતાં અને(૩)સંસારના ત્યાગ કરી દીક્ષા લીધા પછી તે પ્રથમ પારણુક (પારણા) કરે છે તે વખતે આવી વૃષ્ટિ થાય છે,
૪ આ વ્યંતર દેવતામાંની એક જાત છે અને સ્થાનાંગ સૂત્રના દશમા ઠાણામાં બતાવ્યા મુજબ તેના દશ પ્રકારે છે–(૧) અન્નવા ભક, (૨) પાન–ા ંભક, (૩) વસ્ર-જા ંભક, (૪) વેશ્મ-ા ભક, (૫) શય્યા-નૃભક, (૬) પુષ્પ-ભક, (૭) કુલ-જા ભક, (૮)પુષ્પ-લ-જા ભક, (૯) વિદ્યા-જા ભક, અને (૧૦) અન્યકત-જા ભક
આ જા ભક દેવતાઓ અતિશય મૈથુન સેવનારા અને સ્વેચ્છાચારી છે. વળી તે હંમેશાં પ્રમુદિત રહે છે.