________________
જિનસ્તુત:] . स्तुतिचतुर्विंशतिका
૩૧ જાણીને ઉચિત કાર્ય કરવા તૈયાર થઈ જાય છે. આ સમયે ૫૬ દિફ-કુમારીઓનાં પણ આસને કપે છે અને તેઓ પ્રભુને જન્મ-મહોત્સવ કરવામાં હર્ષપૂર્વક હાજર થઈ પિતાની સ્વામિભક્તિ પ્રદર્શિત કરે છે. આ દિકકુમારીઓનું કાર્ય સમાપ્ત થતાં સૌધર્મ દેવકને ઈન્દ્ર પિતાના આભિગિક દેવે તૈયાર કરેલા વિમાનમાં બેસી સૂતિકા-ગૃહ પ્રતિ આવે છે. પ્રભુને તેમજ તેમની માતાને દેખતાની સાથે દૂરથી પ્રણામ કરી, નજીક આવીને તે જિન–માતા ઉપર અવસ્થાપિની નામની નિદ્રા મૂકે છે અને તેની પાસે ભગવંતનું પ્રતિબિંબ મૂકીને ભક્તિ-કાર્યમાં અતૃપ્ત એ એ ઈન્દ્ર પાંચ રૂ૫ વિકુવ અર્થાત્ ભગવંતને આમાંના એક રૂપે હસ્તમાં ઉપાડી, બીજે રૂપે તેમના મસ્તક ઉપર છત્ર ધરી, બીજા બે રૂપે તેમની બંને બાજુમાં ચામરો ધારણ કરી અને પંચમ રૂપે જ ઉછાળો અને નાચતે જ તે મેરૂ ગિરિ ઉપર જઈ પહોંચે છે. ત્યાં પાંડુક વનમાં દક્ષિણ ચૂલિકાની ઉપર અતિ પાંડુકંબલા (અથવા પાંડુકંબલ) નામની
૧ જૈન શાસ્ત્રમાં ભુવનપતિ, વ્યન્તર, તિષ્ક અને વૈમાનિક એમ ચાર પ્રકારને બતાવેલા દવેમાંના ભુવનપતિ-નિકાયની આ દેવીઓ છે. આ દેવીઓ પરત્વેની માહિતી જબુદ્વીપ-પ્રાપ્તિ અને આવશ્યચૂર્ણિમાંથી મળશે.
૨ આપણે જોઈ ગયા તેમ દેના ચાર વિભાગોમાં એક વિભાગ વૈમાનિકના નામથી ઓળખાય છે. આ વૈમાનિક દેના કોષપન્ન અને કપાતીત એમ બે ભેદે છે. તેમાં વળી કહપોપપન્ન દેવતાએના બાર ભેદ છે અને આ ભેદે તેમના નિવાસસ્થાન (દેવલોક ) આશ્રીને પાડવામાં આવેલા છે. સૌધર્મ ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અય્યત એ ઉપર્યુક્ત નિવાસસ્થાને છે. આ સ્થાને એક એકથી વધારે ઊંચાં છે, અથૉત્ સૌધર્મ દેવલોકથી ઈશાન દેવલોક ઊંચું છે, ઈત્યાદિ.
૩ બધું મળીને ઈ ચોસઠ (૬૪) છે. ભુવનપતિના વીસ (૨૦), વ્યંતરના બત્રીસ (૩૨), જ્યોતિષ્કના સૂર્ય અને ચન્દ્ર એ નામના બે (૨) તેમજ વૈમાનિકના દશ (૧૦) એમ ચેસઠ ઈન્દ્રો છે. આ ચેસઠ ઈનાં નામ તથા તેના પરિવાર સંબંધી હકીક્ત કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્યકૃત ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર (૧ પર્વ, ૨ સર્ગ) માંથી મળી શકશે. વિશેષમાં એ ધ્યાનમાં રાખવું કે જેને શાસ્ત્ર પ્રમાણે સૂર્ય અને ચન્દ્ર એ દરેકની સંખ્યા અસંખ્યાત છે અને આથી કરીને જે ઉપર ઈન્દ્રોની સંખ્યા ચેસઠ બતાવવામાં આવી છે, તેમાં ગમે તેટલા સૂર્યો કે ચો હાજર હોય તે પણ તેની વ્યક્તિગત સંખ્યા નહિ કરતાં તેને બેજ ગણવામાં આવી છે.
૪ આ વિદ્યા જેના ઉપર મૂકવામાં આવે તે નિદ્રાધીન થઈ જાય છે; અને જ્યાં સુધી તે દૂર કરવામાં ન આવે, ત્યાં સુધી તે જાગૃત બની શકે નહિ એ એને પ્રતાપ છે.
૫ આ પ્રમાણે આબેહુબ પ્રતિબિંબ મૂકી જવાનું એ કારણ છે કે કદાચ દાસી-વર્ગ વિગેરેમાંથી તે સૂતિકાગૃહમાં કાઈ આવી ચડે અને પ્રભુને તેની માતાની પાસે ન જુએ તે કોલાહળ મચાવી મૂકે અને તેમ થતાં મંગલને સ્થાનકે રૂદનાદિ અમંગલ પ્રારંભ થાય તેમજ વળી માતા પણ દૈવવશાત્ જાગૃત થાય તે પુત્રનું હરણ થયેલું માની દુઃખ ન પામે.
૬ મેરૂ પર્વતના મૂળમાં વલયાકારનું ભકશાળ વન છે. ત્યાંથી ૫૦૦ પેજને બીજું તેવા આકારવાળું નંદન વન આવે છે. ત્યાંથી ૬૨૫૦૦ એજન ચે ચંડીએ, તે ગોલાકૃતિવાળા સૌમનસ વનમાં જઈ પહોંચાય છે અને ત્યાંથી ૩૬૦૦૦ યોજન ઊંચે ગયા પછી અર્થાત્ મેરૂ પર્વતની ટોચ ઉપર વલયના આકારનું પાંડુક વન આવે છે. આ સૌથી ઊંચામાં ઊંચું વન છે એટલે કે ત્યાર બાદ એ પર્વત ઉપર બીજી કઈ વન આવતું નથી.