________________
નમોડહ૦ ૧૭ નાસ્ત કદાચિદુપયાસિ ન રાહુગમ્ય , સ્પષ્ટીકરોષિ સહસા યુગપગંતિ
નાભોધરોદર નિરૂદ્ધ મહાપ્રભાવ, સૂર્યાતિશાયિ મહિમાડસિ મુનીન્દ્ર ! લોકે II૧૭ll ત્રાદ્ધિ : ૐ હ્રીં અહં નમો અઢંગમહાનિમિત્ત કુસલાણં ! મંત્ર : ૐ નમો નમિઊણ અટ્ટે મણે સુદ્રવિઘણે શુદ્રપીડાં જઠરપીડાં ભંજય-ભંજય સર્વપીડા| સર્વરોગ-નિવારણ કુરુ કુરુ સ્વાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાયા શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી પેટનાં દરેક પ્રકારનાં દર્દ દૂર થાય છે. વળી સંપત્તિની પ્રાપ્તિ થાય છે.
શ્રી સંપાદિની વિદ્યા આ ગાળામાં સમાવિષ્ટ છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (હે મુનીન્દ્ર ! તમે સૂર્યથી પણ અધિક મહિમાવાળા છો. કારણ કે કયારે પણ તમારો અસ્ત થતો નથી. રાહુ તમને ગ્રસી શકતો નથી. ત્રણેય જગતને તેના સ્વરૂપમાં એક સાથે પ્રકટ (પ્રકાશિત) કરી શકો છો તેમ જ વાદળાંઓના (સમૂહ) વડે તમારો પ્રભાવ ઢાંકી શકાતો નથી માટે સમગ્ર લોકમાં આપ સૂર્યથી અધિક મહિમાવાળા છો.)