________________
૧૦૦
ભારતના આધ્યાત્મિક રહસ્યબી ખેજમાં
આજુબાજુ કેટલાક લેકે વર્તુળાકારે બેઠા હતા. સાચું કહું તે એ માણસે કમર પર એક નાનું સરખો ટુકડે જ વીંટો હતો. લેકા એની તરફ પૂજ્યભાવે જોયા કરતા. સૌની મધ્યમાં બેઠેલા એ માણસની મુખાકૃતિમાં કશુંક માન પેદા કરે તેવું, ગૌરવભર્યું ને રહસ્યમય હતું. એથી પ્રભાવિત ને મુગ્ધ બનીને હું પ્રવેશદ્વાર પાસે ઊભો રહ્યો. મને જાણી લેતાં વાર ન લાગી કે એ નાનકડી સભાને કેાઈ જાતને ઉપદેશ અપાઈ રહ્યો છે અને સૌથી વચ્ચે બેઠેલે માણસ કેવળ પોથી પંડિત નથી, પરંતુ એક સારો મેગી અને આદર્શ ગુરુ છે. એવી લાગણી શા માટે થઈ તેને ખુલાસો મારાથી કરી શકાય તેમ નથી.
એટલામાં તો અચાનક એ પુરુષે પિતાનું મુખ બારણા તરફ ફેરવ્યું અને અમારી આંખ એક થઈ. મારા આત્માના ભાવને અનુસરીને મેં મંદિરમાં પ્રવેશ કર્યો. એ પુરુષે મારે સ્નેહથી સત્કાર કરી, મને નીચે બેસવાની આજ્ઞા કરીને કહેવા માંડયું : “છ મહિના પહેલાં તેને શિષ્ય તરીકે સ્વીકારવાની મને સૂચના મળેલી. હવે તું આવી પહોંચ્યો. મને સાનંદ આશ્ચર્ય સાથે યાદ આવ્યું કે મારો અગિયારમે પ્રવાસ શરૂ કરવા માટે મેં બરાબર છ મહિનાથી જ ઘર છોડેલું. ગમે તેમ પણ એવી રીતે મને મારા ગુરુની પ્રાપ્તિ થઈ. એ પછી એ જ્યાં જ્યાં ફર્યા ત્યાં હું એમની સાથે જ રહ્યો. કોઈક વાર એ શહેરોમાં જતા તે કઈ વાર એકાંત અરણ્ય કે નિર્જન જગલમાં જતા. એમની મદદથી મેં યોગમાર્ગનો સારો અભ્યાસ કર્યો અને છેવટે સંતોષ પણ મેળવ્યો. મારા ગુરુને માર્ગ શરીરસંયમને હવા છતાં એ એક મહાન અનુભવસંપન્ન યોગો હતા. યુગની પદ્ધતિઓ જુદી જુદી છે. એમની પ્રક્રિયાઓ અને રીતે એકમેકથી જુદી પડે છે. મને જે પદ્ધતિનું શિક્ષણ આપવામાં આવ્યું છે તે પદ્ધતિમાં મનને બદલે શરીરથી શરૂઆત કરવાની હોય છે. પ્રાણનો કાબૂ કરવાની વિદ્યા પણ મને શીખવવામાં આવી છે. યોગની એક શક્તિની પ્રાપ્તિ કરવા એક વાર મારે ચાલીસ દિવસના ઉપવાસ કરવા પડેલા.