________________
કરે
ભારતના આધ્યાત્મિક રહસ્યની
એ વિધિ દરમિયાન, દરેક ભકતે ગુફા પાસે આવી, મ સાષ્ટાંગ પ્રણામ કરી, એમના ઉઘાડા ચરણને ચુંબન કર્યું તો એટલાં બધાં ભાવવિભોર બની ગયાં કે ચુંબનની ક્રિયાને મિનિટ સુધી લંબાવ્યે રાખી. મને જણાવવામાં આવ્યું કે એ આધ્યાત્મિક રીતે ઘણી જ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ ભક્ત પર એથી મહેરબાબાના આશીર્વાદ ઊતરે છે એટલું જ ન પણ ભક્તનાં કેટલાંક પાપ પણ એને લીધે આપોઆપ ધોવાઈ જાય છે
બીજે દિવસે શું જોવા મળશે તેની કલ્પના કરતો હું મારે ઉતારા તરફ ચાલી નીકળ્યો. ખેતરોની આરપારર્થ અને જંગલમાંથી રાત્રીની નીરવતાને ભંગ કરતા શિયાળના શબ્દ સંભળાતા હતા.
બીજે દિવસે મેં સેક્રેટરીને તથા અંગ્રેજી બોલતા શિષ્યોને એમને લાકડાના બંગલાઓમાંના એક બંગલાની બહાર એકઠા કર્યા. અમે અર્ધગોળાકારમાં બેઠા. અંગ્રેજીના જાણનાર કેટલાક લેકે થોડેક દૂર ઊભા રહીને હસતે મુખે અને સમય નેત્રે અમને જોઈ રહેલા. એ સૌનાં મન તેમ જ સંસ્મરણોમાંથી, હું જેમને વિશે અજાણ હતો એવી એમના આશ્ચર્યકારક ગુરુદેવના જીવનની કેટલીક વિગતો તારવવાની મેં શરૂઆત કરી.
એમનું નામ તે મહેર હતું, પરંતુ પિતાને એ સદ્ગુરુ મહેરબાબાને નામે ઓળખાવતા. સદ્ગુરુ એટલે સાચા ને સંપૂર્ણ ગુરુ, અને બાબા શબ્દને પ્રાગ ભારતના કેટલાક લે કે ભક્તિભાવથી પ્રેરાઈને કરતા હોય છે. એમના શિષ્ય મોટે ભાગે એમને એ જ નામથી સંબોધતા.
મહેરબાબાના પિતાજી ઈરાની હતા. એ જરથોસ્તી ધર્મ પાળતા, ને એક ગરીબ યુવક તરીકે ભારતમાં આવેલા. મહેર એમના પહેલા પુત્ર હતા. એમને જન્મ પૂના શહેરમાં ઈ. સ. ૧૮૯૪માં થયેલું. પાંચ વરસની ઉંમરે એમને નિશાળમાં દાખલ કરેલા. એમને અભ્યાસ સારો હતો, અને સત્તર વરસે એ મેટ્રિક