________________
યંગબર સાથેની મુલાકાત
૭૧
વિષ્ણુ, એમને એ પણ કહી દેજો.” પેાતાના સેક્રેટરી તરફ નિર્દેશ કરતા એ ખેાલી ઊઠયા. ‘ તમે અહીં થેાડા વખત ના છે એટલે મારા શિષ્યા સાથે વાતચીત કરવાની પૂરતી તક ને મળી રહેશે. એ તમને મારા પૂર્વજીવન વિશે વાત કરશે.’
અમારી વાતચીત સામાન્ય વિષયે પૂરતી મર્યાદ્રિત રહી. એ પછી અમે છૂટા પડચા. મારા ઉતારા પર પહેાંચીને સૌથી પહેલાં તા મેં સિગારેટ સળગાવી, સિગારેટ પીવાની મનાઈનુ મેં એવી રીતે સાટું વાળ્યું, અને એના અનિયમિત રીતે ઉપર ઊડતા સુગધિત ધુમાડાનું અવલેાકન કરવા માંડયું.
સાંજે એક વિચિત્ર દશ્ય જોવા મળ્યું. તારાઓએ મદમદ પ્રકાશવાનું શરૂ કર્યું, દિવસ ઘેાડેાક બાકી રહ્યો, અને એ ગહન ઝાંખા પ્રકાશમાં થાડાં ઝાંખાં ફાનસે સળગવા માંડયાં. મહેરબાબા એમની ગુફામાં બેઠા હતા. એ વખતે એમના ભકતા, મુલાકાતીઓ, અને નજીકના ગામ આરગામના લેાકેાના વિવિધરંગી સમુદાય પ્રવેશદ્વાર આગળ એકઠા થયા.
મહેરબાઞા જ્યાં હોય ત્યાં પ્રત્યેક સાંજે જે વિધિ કરવામાં આવે છે તે વિધિને આરંભ થવાનેા હતે. કાઈક ભક્તના હાથમાં દીવાની પેઠે કામ કરનારા ધાતુના છીછરા પ્યાલા હતા. એની દીવેટ સુખડના સુગંધિવાળા તેલમાં ખેાળેલી હતી. ગુરુના મૉંગલ મરતકની આગળ એનાર્થી એણે સાત વાર આરતિ ઉતારી. એકઠા થયેલા લેાકા એ વખતે સમૂહમાં માટે સ્વરે સ્તુતિ તથા પ્રાના કરવા લાગ્યા. એમની મરાઠી ભાષાના સ્વરમાં વારંવાર આવતે બાબા શબ્દ હું સાંભળી શકયો. એ સ્તુતિ એમના ગુરુની અતિશયાક્તિભરી પ્રશંસાથી ભરેલી હતી એ સ્પષ્ટ હતું. બધા જ એમના તરફ આદરભરેલી આંખે જોઈ રહેલા, મહેરબાબાના નાના ભાઈ નાના, ઊંચકીને લઈ જઈ શકાય તેવા, હારમેાનિયમ પાસે બેઠેલા. ગાયકાને ઉત્સાહ આપવા એ એક જાતનું કરુણુ સંગીત છેાડી રહેલા.