________________
૪૩૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
હા. હવે તમે મને યાદ કરાવ્યું એટલે મને પણ એ બરાબર યાદ આવે છે.” - લેખકના પાતળા, સંસ્કારી વદન પર હજુ પણ સ્મિત ફરકી રહ્યું હતું.
“શંકરાચાર્યે મને જે કહેલું તે આ પ્રમાણે છે: “તમારા મિત્ર ભારતમાં ચારે તરફ પ્રવાસ કરશે. એ અનેકગીઓને મળશે અને અનેક સદુપદેશકાને સાંભળશે. પરંતુ આખરે એમને મહર્ષિ પાસે પાછા ફરવું પડશે. એમને માટે મહર્ષિ એકલા જ સાચા ગુરુ છે.”
મારા પુનરાગમન વખતે મને સાંભળવા મળેલા એ શબ્દોએ મને ખૂબ જ પ્રભાવિત કર્યો. એ શબ્દોએ શંકરાચાર્યના ભવિષ્ય ભાખવાના સામર્થ્યને પ્રકટ કર્યું, અને વધુમાં, હું સાચો રાહ અપનાવી રહ્યો છું એ હકીકતને એનાથી એક પ્રકારનું સમર્થન મળ્યું.
મારા ગ્રહોએ મારા પર લાદેલાં પરિભ્રમણ કેટલાં બધાં વિચિત્ર અથવા અને ખાં હતાં ?