________________
દાળમાર્ગ
૩૫૩
વચ્ચે મળવાની ધારણા પણ મેં નહાતી રાખી. મને નવાઈ લાગી કે આ અસામાન્ય સંપ્રદાયના નેતા તરીકેના પુરુષ કેવા પ્રકારના હશે !
મારે લાંબા વખત સુધી શંકામાં ન રહેવું પડયું, કારણકે બારણું ધીરેથી ખૂલ્યું અને એ પેાતે અંદર આવ્યા. એ મધ્યમ કદની કાયાવાળા હતા. એમનું માથું સફેદ સ્વચ્છ ફેંટાથી વીંટળાયેલું હતું. એમની મુખમુદ્રા લાક્ષણિક રીતે ભારતીય ન હેાવા છતાં સુસંસ્કૃત હતી. જરાક પીળાશપડતી ચામડી હેત તેા એ શાંત અમેરિકન જેવા જણાઈ આવત. એમની આંખે મેટાં ચશ્માં હતાં અને એમના ઉપલા હેાઠની ઉપરના ભાગમાં નાની મૂ શાભતી હતી. ભારતીય દરજીના આપણી પશ્ચિમી પદ્ધતિના થાડાઘણા ફેરફાર સાથેના સ્વીકાર જેવા ઊઁચી ગરદનનેા, ઘણાં બટનવાળા, લાંખા કેટ પણુ એમણે પડેરેલા હતા.
પાસે આવતી વખતનું એમનું સ્વરૂપ નમ્ર અને સરળ હતું. એમણે વિવેકપૂર્વકના ગૌરવ સાથે મારા સત્કાર કર્યા.
અમારાં અભિનદના પૂરાં થયાં. એ ખુરશી પર બેસી ગયા ત્યાં સુધી મેં રાહ જોઈ અને પછી એરડાના કળાત્મક સુશોભન માટે એમને ધન્યવાદ આપવાનું સાહસ કર્યું..
એમણે સ્મિત કરીને ઉત્તર આપ્યા, ત્યારે એમના મુખમાં તેજસ્વી દાંતની પતિ પ્રકાશી ઊઠી.
ઈશ્વરમાત્ર પ્રેમ નથી, સૌન્દર્યાં પણ છે. માણસ પેાતાની અંદરના આત્માની અભિવ્યક્તિ કરવાનું શરૂ કરે ત્યારે એણે વધારે તે વધારે સૌન્દર્યને પ્રકટ કરવું જોઈએ – પેાતાની જાતમાં જ નહિ પરંતુ આજુબાજુના વાતાવરણમાં અને સંજોગેામાં.’
.
એમનું અંગ્રેજી નેધપાત્ર રીતે સારુ હતું. એમને અવાજ ઝડપી અને વિશ્વાસપૂર્વકના હતા.
થાડા સમયની શાંતિ પછી એમણે ફરી કહેવા માંડયું :