________________
ગ્રહોના લેખ
ફરક
એ છે કે પૂર્વજન્મમાં તમે કરેલા કાઈક કુકર્મને પરિણામે, ઈશ્વરે પિતાના ન્યાયરૂપે, તમારે માટે એ જ ભાવિ નક્કી કરેલું છે. ગ્રહોના દબાણને લીધે તમારી નૌકાને નાશ નથી થવાને. એ તો તમારાં પૂર્વકનું અટળ પરિણામ છે. ગ્રહો અને એમની દશા તે એ ભાવિને હેવાલ રજૂ કરે છે. એ હેવાલ એ શા માટે રજૂ કરે છે એ હું નથી કહી શકતો. કોઈ પણ સામાન્ય માનવનું મગજ જયોતિષની શોધ કરી શક્યું ન હોત. માનવીના હિત માટે જૂના જમાનાના મહર્ષિઓએ એને પ્રકટ કરેલું. એવી રીતે એને લાભ લાંબા વખતથી મળતો રહ્યો.”
દેખીતી રીતે સાચા લાગતા એ ઉગારે સાંભળ્યા પછી એના પર શું ટિપ્પણ કરવું તેની સમજ મને ન પડી. માણસના આત્મા અને ભાવિને એમણે ભાગ્યના ખીલા સાથે બાંધી દીધું; પરંતુ કોઈ પણ તંદુરસ્ત પશ્ચિમવાસી પિતાને કેઈ સ્વતંત્ર ઇચછાશક્તિની માલિકીથી વંચિત કરે તે નહિ સાંખી લે. શક્તિશાળી પશ્ચિમવાસીમાંથી કઈ વ્યક્તિ એ માન્યતાને લીધે ઉત્સાહિત થશે કે પોતાની સ્વતંત્ર પસંદગી નહિ પરંતુ ભાગ્યે જ એને આગેકદમ કરવા પ્રેરિત કરે છે ? એ પાતળા શરીરવાળા, શેખચલી જેવા દેખાતા, ગ્રહમંડળનાં રહચોથી ભરેલા પુરાણું કાગળોમાં વિહાર કરતા, ફીકા માનવને હું આશ્ચર્યચકિત નેત્રે જોઈ રહ્યો.
તમને ખબર છે, મેં તેમને કહેવા માંડયું, “કે દક્ષિણના કેટલાક પ્રદેશોમાં જ્યોતિષીઓને ધર્મગુરુઓથી બીજા નંબરનું માન આપવામાં આવે છે અને એમની પહેલેથી સલાહ લીધા વિના કોઈ પણ મહત્વનું કામ કરવામાં આવતું નથી ? અમે અંગ્રેજો એવી પરિસ્થિતિ જોઈને હસીએ છીએ કેમ કે ભવિષ્યકથનની પદ્ધતિઓમાં અમે એટલે રસ નથી લેતા. અમને એવું વિચારવાનું ગમે છે કે આપણે સ્વતંત્ર વ્યક્તિએ છીએ અને નિર્દય દેવના લાચાર શિકાર નથી.