________________
ગ્રહોના લેખ
-
૩ર૧
કાગળે ભેગા કરીને એમણે આકૃતિને શાંતિપૂર્વક અભ્યાસ કરી છે અને ભવિષ્યકથન કરવા માંડયું.
“દુનિયા તમારા ઘર જેવી થઈ જશે. તમે મટીમેટી મુસાફરીઓ કરશે, અને એ છતાં પણ કલમને સાથે રાખીને લેખનકાર્ય કરતા રહેશે.” અને એની પરંપરામાં બીજુ જે કાંઈ થવાનું હતું તે પણ કહી બતાવ્યું. પરંતુ એમની ભવિષ્યવાણી પરથી કઈ જાતતપાસને નિયમ બાંધી ન શકાયો તેથી તેમને ગ્રહોના લેખ તરીકે જ માનીને છેડી દેવામાં સંતોષ માન્યો.
છેલ્લા શબ્દો કહીને એમણે મને સંતોષ થયો કે નહિ તે પાછું પૂછી જોયું. આ આશ્ચર્યકારક પૃથ્વી પરનાં મારાં છેલ્લાં ચાળીસ વરસોનું એમણે કરેલું મોટા ભાગનું સાચું વર્ણન, અને મારી મનોદશાનું નિરૂપણ કરવા માટેનો એમને લગભગ સંપૂર્ણ કહી શકાય તેવો સફળ પ્રયાસ, એ વસ્તુઓને લીધે હું જે ટીકાઓ સાથે તૈયાર થઈને આવે તે ટીકાઓ તદ્દન શાંત થઈ ગઈ.
મને મારી જાતને પૂછવાનું મન થયું કે “આ માણસ કઈ જાતનું સાહસ તો નથી કરતા? થોડીક અનુમાનવૃત્તિને આધાર લીધા સિવાય એમની ભવિષ્યવાણીમાં બીજું કઈ જ વિશિષ્ટ તત્વ નથી રહેલું ?” પરંતુ મારે નિખાલસપણે કબૂલ કરવું જોઈએ કે એમની ભવિષ્યવાણી એ મને પ્રભાવિત કર્યો. તે છતાં એમનું કશુંક મૂલ્ય છે કે કેમ તે ફક્ત કાળ જ કહી બતાવશે.
નસીબને અંધકારભરેલા વિષય તરફનું મારું વલણ પાતળાં પત્તાંના ઘરની પેઠે ગબડી પડવાનું હતું ? એ વિશે મારાથી શું કહી શકાય ? બારી પાસે જઈને સામેના મકાન તરફ જોતો તથા મારા ગજવામાંના ચાંદીના રૂપિયાને અવાજ કરતે હું ઊભો રહ્યો. છેવટે મારી બેઠક પર આવીને મેં તિષીને પ્રશ્ન કર્યો?
ગ્રહ આટલે દૂર રહીને મનુષ્યના જીવનને અસર પહોંચાડે છે એ વાત તમને શક્ય શા માટે લાગે છે?” એમણે ધીમેથી ઉત્તર