________________
અરુણાચલની તળેટીમાં
હંમેશાં સુખ મેળવવાની હાય છે, તેા મનુષ્યના સાચા મૂળ સ્વભાવની કૂંચી તમને મળી જશે.’
"
મને કાંઈ ન સમજાયું.’
એમના અવાજ જરા મેાટા થયા.
૨૩૭
"
સુખ માણસનો સાચા સ્વભાવ છે. આત્મામાં સુખ કુદરતી રીતે જ રહેલું છે. એટલે સુખ માટેની માણસની શેાધ એના પેાતાના મૂળ સ્વરૂપ અથવા આત્માની અજ્ઞાત શોધ જ છે. આત્મા અવિનાશી છે. એટલા માટે માણસ જ્યારે એની પ્રાપ્તિ કરે છે ત્યારે જેના નાશ ન થાય એવા સુખની પ્રાપ્તિ પણ કરી લે છે.’
<
' પરંતુ જગત ઘણું દુઃખી છે.’
.
હા. પરંતુ એનું કારણ એ છે કે જગત પેાતાના સાચા સ્વરૂપથી અજાણ છે. કાઈ જાતના અપવાદ વગર બધા માણસેા જાણ્યે કે અજાણ્યે, એની જ શેાધ કરી રહ્યા છે.'
* દુષ્ટ, ક્રૂર અને અપરાધી પણુ ?' મેં પૂછ્યું.
6
એ પણ એટલા માટે જ પાપ કરે છે કે પ્રત્યેક પાપદ્રારા એ આત્માનું સુખ મેળવવાના પ્રયાસ કરે છે. એ પ્રયાસની પ્રેરણા માણસમાં કુદરતી રીતે જ રહેલી છે, પરંતુ એમને ખબર નથી કે એ પેાતાના મૂળ સ્વરૂપની શેાધ કરે છે; એથી સુખના સાધન તરીકે પહેલાં એ પેલે મેલા મા અજમાવે છે. અલબત્ત, એ પતિ ખોટી છે, કારણ કે માણસનાં કર્મોને બલેા જરૂર મળે છે.'
"
તેા પછી એ સત્ય સ્વરૂપનું જ્ઞાન થશે ત્યારે જ આપણે સનાતન સુખને અનુભવ કરી શકીશું ?’
મહિ એ માથું હલાવ્યું.
સૂર્યના પ્રકાશનું એક ત્રાંસુ કિરણ પૉલિશ કર્યા વિનાની ખારીમાંથી અંદર આવીને મહર્ષિની મુખાકૃતિ પર પડી રહ્યું. એમના સ્વસ્થ કપાળમાં સંપૂર્ણ શાંતિ હતી, એમની મજબૂત મુખાકૃતિની આજુબાજુ સંતાષ હતા, અને એમનાં તેજસ્વી નેત્રોમાં મંદિર જેવી,