________________
૨૩૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
છે તે તે કામ કરતો હોય કે ન કરતે હોય તો પણ, ઊંડી આત્મિક શાંતિને કે ધન્યતા અનુભવ કરે છે. એનું શરીર સમાજમાં કામ કરતું હોય છે ત્યારે પણ, એનું મગજ એકાંતને અનુભવ કરતાં ઠંડું રહે છે.”
તો પછી તમે યોગમાર્ગનો ઉપદેશ નથી આપતા ?” “ખેડૂત બળદને લાકડીથી હાંકે છે તેમ, યોગી પિતાના મનને ધ્યેય તરફ વાળવાની કેશિશ કરે છે. પરંતુ આ માર્ગમાં સાધક બળદને ઘાસ બતાવીને પટાવે છે.”
એ કેવી રીતે ?”
તમારે તમારી જાતને “હું કેણ? ” એ પ્રશ્ન પૂછવાન છે. એ સંશોધનને પરિણામે તમારી અંદરની મનથી પરની વસ્તુની પ્રાપ્તિ કરી લેશે. એ મોટી સમસ્યાનો ઉકેલ કરવાથી બીજી બધી સમસ્યાઓ ઊકલી જશે.”
હું શાંત રહીને એમનો ઉત્તર સમજવાની કોશિશ કરવા માંડ્યો. ભારતનાં કેટલાંય મકાનમાં જોવા મળતી સમચોરસ ખુલી, બારીનું કામ કરતી જગ્યામાંથી પવિત્ર પર્વતના ઢોળાવાનું સુંદર દશ્ય દેખાતું હતું. એની અનોખી આકૃતિ વહેલી સવારના સૂર્યપ્રકાશમાં સ્નાન કરી રહી હતી.
મહર્ષિએ મને ઉદેશીને ફરી વાર કહ્યું :
એ જ વાત બીજી રીતે કહું તો વધારે સારી રીતે સમજાશે. બધા મનુષ્યો સદા શેકરહિત સુખની ઇચછા રાખે છે. જેનો નાશ ન થાય એવું સુખ મેળવવાની એમની આકાંક્ષા છે. એ વૃત્તિ સાચી છે. પરંતુ તમને કદી એ હકીકતનો ખ્યાલ આવ્યો છે કે એ બધા એમની જ જાતને સૌથી વધારે ચાહે છે ?”
“ઠીક.. !”
હવે એ હકીકતના સંદર્ભમાં એને વિચાર કરે કે એક યા બીજી રીતે ધર્મના પાલનઠારા કે કેફી પીણુતારા, સૌની ઇચ્છા