________________
દક્ષિણ ભારતના ધાર્મિક વડા સાથે
૧૮૫
- “તમે મને મળવાની અનુજ્ઞા આપી તે માટે તમારે આભાર માનું છું. મેં આરંભ કરતાં ઉલ્લેખ કર્યો.
એ મારા લેખક મિત્ર તરફ ફર્યા અને માતૃભાષામાં કશુંક બોલ્યા. મેં એને અર્થ બરાબર સમજી લીધા.
“શંકરાચાર્ય તમારું અંગ્રેજી સમજે છે, પરંતુ એમને ભય છે કે તમે એમનું અંગ્રેજી નહિ સમજે. એટલા માટે એમના ઉત્તરને હું અનુવાદ કરી બતાવું એવી એમની ઈચછા છે.” વેંકટરામાનીએ કહી બતાવ્યું.
અમારી મુલાકાતના આરંભના તબક્કાઓમાંથી હું ઝડપથી પસાર થઈ જાઉં છું અને એમનું વર્ણન નથી કરતે, કારણકે એ મહાન પુરુષ કરતાં એ મારી સાથે વધારે સંબંધ ધરાવે છે. એમણે મને દેશમાંના મારા અંગત અનુભવ વિશે પૂછી જોયું. એક પરદેશી પર ભારતની પ્રજા તથા સંસ્થાઓની ખરેખર શી અસર પડે છે તે જાણવામાં એમને ઘણે રસ હતો. પ્રશંસા તથા ટીકા બંનેનું મુક્ત અને નિખાલસ રીતે સંમિશ્રણ કરીને, મેં એમની આગળ મારી ચોકકસ અસરો રજૂ કરી.
એ પછી અમારો વાર્તાલાપ વધારે વિશાળ ક્ષેત્રમાં વહેવા માંડ્યો. મને એ જાણી નવાઈ લાગી કે એ અંગ્રેજી સમાચારપત્રો નિયમિત વાંચે છે અને બહારની દુનિયામાં બનતા ચાલુ બનાવોથી પણ સારી પેઠે માહિતગાર છે. વેસ્ટમિનિસ્ટરમાં છેલ્લે છેલ્લે શું ચાલી રહ્યું છે એની એમને માહિતી હતી, અને યુરોપમાં લેકશાહીનું બાળક કેવી કપરી પ્રસવવેદનામાંથી પસાર થઈ રહ્યું છે તેની પણ એમને ખબર હતી.
શંકરાચાર્ય ભવિષ્યવેત્તાની દિવ્યદૃષ્ટિથી સંપન્ન છે એ વેંકટરામાનીની દૃઢ માન્યતા મને યાદ આવી. મને થયું કે જે એમ જ હેય તે દુનિયાના ભાવિ વિશે કાઈ અભિપ્રાય આપવા માટે આગ્રહ કરી જોઉં