________________
પ્રવાસ માટેની પૂર્વભૂમિકા
૨૫
આનંદ સાથે આશ્ચર્ય થઈ રહ્યું છે. દેખીતી રીતે જ ઉત્તમ પ્રકારની રસવૃત્તિનું દર્શન કરાવતા અને છૂટે હાથે વેરેલા પૈસાથી સજાવેલા ઘરના અસાધારણ અંતર્ભાગને ભારતવાસીએ મને કેાઈ સંકેત નથી કર્યો.
હું એક વિશાળ ખંડમાં આવી પહોંચું છું. એના રંગબેરંગી ભપકાદાર શણગાર તથા સરસ ચિત્તાકર્ષક ફરનિચર પરથી એશિયાના કઈ વિશાળ રાજમહેલને એ ખંડ હેય એવી છાપ પડ્યા વિના નથી રહેતી. બહારને દરવાજો બંધ થતાંની સાથે જ ભૂરી, ઠંડી પશ્ચિમી દુનિયા જાણે કે દૂર થાય છે. ભારતીય અને ચીની પદ્ધતિને અસાધારણ સમવય સાધીને સમસ્ત ખંડ શણગારવામાં આવ્યો છે. મુખ્યત્વે લાલ, કાળા તથા સોનેરી રંગ વાપરવામાં આવ્યા છે. દીવાલ પર લાંબા થઈને પડેલા, શ્વાસમાંથી અગ્નિ કાઢતા રાક્ષસી સર્પોના જુદાજુદા ભરતકામવાળા સુંદર પડદાઓ લટકી રહ્યા છે, બધા જ ખૂણામાં કોતરી કાઢેલા સર્ષે મસ્તક ઊંચાં કરીને ભયંકર રીતે તાકી રહ્યા છે. એમની મદદથી કોતરકામના ઉત્તમોત્તમ કીમતી નમૂનાઓ તૈયાર કરેલા છે. એ રેશમી સોનેરી પડદાઓ બારણુની બંને બાજુ શોભી રહ્યા છે. આખાયે ઓરડામાં એવી તે ભરાવદાર ને મુલાયમ જાજમ પાથરી છે કે એમની અંદર બૂટ ઊંડે ઊતરી જાય છે. સગડીની બાજુમાં એક વિશાળ વ્યાઘ્રચર્મ બિછાવેલું છે.
ખૂણામાં પડેલા નાના ટેબલ પર મારી નજર પડે છે. એની ઉપર કાળા સખત લાકડાનું, સેનાને ઓપ ચઢાવેલાં બારણાંવાળું નાનું સરખું મંદિર છે. એની અંદર ખાલી જગ્યામાં કઈક ભારતીય દેવતાની મૂર્તિ દેખાય છે. એ મૂર્તિ સંભવતઃ બુદ્ધની મૂર્તિ છે. કારણ કે એની મુખાકૃતિ શાંત તથા ગૂઢ છે અને એની અનિમેષ આંખ નાસિકા પ્રતિ સ્થિર થયેલી છે.
મારા યજમાન મારો પ્રેમપૂર્વક સત્કાર કરે છે. એમણે સંપૂર્ણપણે કાળો ભજનવખતને પોશાક પહેર્યો છે. મને થઈ આવે છે કે, આવી વ્યક્તિઓ દુનિયાના કેઈ પણ વાતાવરણમાં આગળ