________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
કરતે. હવે અમારી વચ્ચે વાર્તાલાપ પછીની શાંતિ પેદા થાય છે, એ શાંતિ અમને ગમે છે. એ ભારતવાસી અકસ્માત પાછો વળે છે અને અંદરના ઓરડામાં જઈને થોડી મિનિટ બાદ પોતે પસંદ કરેલા કીમતી પુસ્તકને લઈને આવી પહોંચે છે. પુસ્તકના પૈસા આપીને દુકાનમાંથી બહાર નીકળવાની તૈયારી કરે છે. એની બારણું તરફ જતી આકૃતિ તરફ હું આશ્ચર્યભરી આંખે જોયા કરું છું.
એકાએક પાછા વળીને એ મારી પાસે આવી પહોંચે છે. ખિસ્સામાંથી કાઢેલી કથળીમાંથી કાર્ડ કાઢીને મને આપતી વખતે
જરાક સ્મિત સાથે એ પૂછે છે, “આ વાતચીત મારી સાથે ચાલુ રાખવાનું તમને ગમશે ખરું ?”
મને આશ્ચર્ય તે થાય છે, છતાં પણ એ આમંત્રણને હું ખુશીથી સ્વીકાર કરું છું, એ મને કાર્ડ તે આપે જ છે, પરંતુ સાથે સાથે ભોજનનું આમંત્રણ પણ આપી જાય છે.
એમને ઘેર જઉં છું.” સાંજને સમયે એ અપરિચિત પુરુષના ઘરની શોધ કરતો હું નીકળી પડું છું. એ કામ એટલું બધું સુખદ ન હતું, કારણ કે રસ્તાઓને ઘેરી વળેલું ઘેરું ધુમ્મસ મારી સાથે જ ચાલતું હતું. શહેર પર ફરી વળતા તથા બત્તીઓને ઝાંખી કરતા ધુમ્મસના આવા હુમલાઓમાં કઈક કળાકારને કદાચ કોઈ અસાધારણ સૌન્દર્ય દેખા’ હશે. મારું મન ભાવિ મુલાકાતને માટે એટલું બધું ઉત્સુક છે, કે આજુબાજુના વાતાવરણમાં મને કશું સૌન્દર્ય દેખાતું નથી તેમ છતાં એને અણગમે પણ નથી થતો.
એકાએક દેખાતા એક વિશાળ દરવાજાને લીધે મારા પ્રવાસન અંત આવે છે. મારું સ્વાગત કરતા હોય એવી રીતે લેઢાના ટેકા પર બે મોટા દીવા બળી રહ્યા છે. ઘરમાં પ્રવેશ કરતી વખતે મને