________________
વિભાગ-૬ જ રોજ મળતાં આપણા મિત્રો સ્વજનો અથવા દુશ્મનનો એક ગુણ આપણી ડાયરીમાં
નોંધી લો અને અઠવાડિયામાં એકવાર જરૂર વાંચો. આ પ્રહાર કરવાનો અધિકાર કર્મસત્તાને છે માટે કાયદો હાથમાં ન લો. જ જીવનમાં જે કાંઈ સારું કે ખરાબ થાય તેનો શાંતિથી સ્વીકાર કરવો.
Everything is in order છે ઘર - વ્યવહાર - દુકાનમાં દરેક જગ્યાએ ટેન્શન કરવું નહિ.
ઓમ, નવકાર, અહં ધ્યાન કરવું, શિવમસ્તુની ભાવના રોજ ભાવવી. છેભૂતકાળમાં અજ્ઞાનતાથી કરેલા પાપોની ગુરૂ મહારાજ પાસે ભવ આલોચના કરવાથી
જીવનમાં હળવાશ અનુભવાય છે. જીવનની પ્રત્યેક પળને જીવંત બનાવો.
પ્રતિદિન અર્ધો કલાક ભારતીય સંગીત ગાવું, સાંભળવું કે શીખવું. જ આખા દિવસમાં એક કાર્ય સારું – પરોપકારનું રોજ કરવું. જ મહિનામાં ૧ દિવસ પ્રકૃતિ (બાળક, પશુ, નદી, ઝાડ, સાગર) સાથે પસાર કરો,
એને જુવો - સાંભળો...! પરમાત્મા ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખો.
જીવનના પ્રત્યેક કાર્યને પૂજા સમજીને કરો. એ હંમેશા સ્માઈલિંગ ફેસ રાખો. જ અઠવાડિયામાં એક વખત રડો. (દુષ્કૃત, સુકૃત પરમાત્મા માટે)
સ્વ (આત્મા) કુટુંબ, સમાજ - દેશ પ્રત્યેકનાં કર્તવ્ય પ્રતિ સજાગ બનો. આ જીવનમાં સુખ – દુઃખનાં તમામ પ્રસંગોમાં ન્યુટ્રલ બનો.
પ્રતિદિન ૧૫ મિનિટ સત્સંગ કરો. જ મૃત્યુથી ક્યારેય ડરવું નહિ. જ આપણા જીવનમાં જે કાંઈ સારું કે ખરાબ થાય છે તે આપણા પોતાનાં
બાંધેલા કર્મોનું જ ફળ છે માટે અકળામણ કરવી નહિં, જે થાય તે સારા માટે. તમે કોઈનો વિશ્વાસઘાત કરો નહિ અને કોઈ તમારો વિશ્વાસઘાત કરે તો તમે ખેલદીલી – ઉદારતાથી માફ કરો.