________________
વિભાગ-૬
લક્ષ્મી-પ્રાપ્તિ અને જતી અટકાવવા માટે આચાર-વિચાર શુદ્ધ હોવા જોઈએ * પાણીમાં મોટું ન જોવું (ભાગ્ય ઘટાડે છે, રાત્રિએ અરિસામાં મોટું ન જોવું) E ધનવાનો એ મેલાં કપડાં કે ફાટેલાં કપડાં પહેરવા નહિં, મોભા પ્રમાણેનો સ્વચ્છ
અનુભટ વેશ પહેરવો. E પગ ધોતી વખતે પગથી પગ ઘસવા નહિ, અપલક્ષણ છે. BE સ્નાન અને દાંતણ સુંદર (ચોખ્ખા) કરવા, શરીર શુદ્ધ રાખવું.
નગ્ન થઈને સુવું નહિ, તેમજ નિર્વસ સ્નાન કરવું નહિ. 5 હજામને ઘરે જઈ માથું ન મુંડાવવું. (મોટાનાં ઘરે નાના આવે એવો સામાન્ય રીતે
રિવાજ છે.). 9 બેઠાં બેઠાં જમીન ઉપર ચિત્રો ચિતરવા નહિ કે ઘાસનાં તણખલા -પાંદડા કે સળી
કાગળ તોડવાની ચેષ્ટા કરવી નહિ. Bક ઉઘાડું મોઢું રાખીને મોટેથી બગાસો ખાવો નહીં, બહુ આળસ મરડવી નહિ. થક સંધ્યા સમયે સુવું નહિં, હોઠ બચ બચ કરવા કે કરડવા નહિ, નખથી જમીન
ખોતરવી નહિં, નખ કરડવાં નહિં, બે હાથે માથું ખણવું નહિ, કાન ખોતરવું નહિ. ક બેઠાં-બેઠાં પગ હલાવવા, પગ પછાડવા, પગ ઘસીને ચાલવું, ઉંચા આસન ઉપર
બેસી પગ લટકતા રાખી હલાવવા આ બધી ટેવો કુલક્ષણ છે. લક્ષ્મીનો નાશ કરે. ક પોતાની પીઠ ઉપર હાથના પંજાથી વગાડવું અપલક્ષણ છે.
છીંક, બગાસુ, ખાંસી આવે ત્યારે રૂમાલ કે હાથ આડા રાખીને ખાવા. # ઘરમાં દેવ-સ્થાન પાસે રોજ ધુપ-દીવો કરવા, માતા - પિતાને રોજ પ્રણામ કરવા. ક અણગળ પાણી પીવું નહિ, (બિસ્લરીની બોટલ અણગળ પાણી છે.) ॥ उभो मूर्ते, सुतो खावै, तिणसे दलदर जायइ न जावै ।
સુતાં સુતાં ખાવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. ૬ ઘરમાં ભંગાર, પસ્તી, કપડા, બીનજરૂરી નવી ચીજો પણ ભેગી કરવી નહીં. ક ઘર ચોખુ સાફ રાખવું. - દરવાજા જોરથી ઉઘાડ-બંધ કરવા નહિ.
૧૮લી