________________
વિભાગ-૬
રસ્તામાં હાંસી, ઠઠ્ઠા મશ્કરી કરતાં કે ડાફોળીયા મારતાં ચાલવું નહિં,
મર્યાદાપૂર્વક ચાલવું.
નીચ બહેનપણીની દોસ્તી ન કરવી.
પતિ બહારગામ હોય ત્યારે શૃંગાર કરવો નહિં. * રસ્તામાં ધીમી ચાલે ન ચાલતાં ઝડપથી ચાલવું.
પારકી શેરીમાં ગરબા - દાંડિયા રમવા જવું નહિં. સુપાત્રમાં દાન દેવું અને અતિથિ સત્કાર કરવો. * પારકી નિંદા કરવી નહિં અને ક્યારેય જુઠું ન બોલવું. હિંસાનો ત્યાગ કરવો અને વ્રત નિયમ લેવા.
* નાના બાળકોનું તથા પતિ અને કુટુંબનું ધ્યાન ખુબજ રાખવું, જ્ઞાતિ અને સગાના ઘરને છોડી દૂર એકલા ન રહેવું.
* નવરાશની પળોમાં પુસ્તકોનું વાંચન, સામાયિક, સત્સંગ કરવો. સ્વાશ્રયી જીવન જીવવું, પોતાના દરેક કાર્ય જાતે જ કરવા.
નાના-નાના દર્દી માટે વારંવાર ડોક્ટર પાસે ન જવું. એલોપથી દવા ન લેવી, પરંતુ ઘરમાં આર્યુવેદિક પુસ્તક - દવા, ઘરગથ્થુ ઉપાયો કરવા. બોલવું અને હસવું બે કામ સાથે ન કરવા.
* મહાતીર્થમાં પ્રભુભક્તિ વિશેષ કરવી.
સંઘ કાઢવો, તીર્થયાત્રા, સ્વામિવત્સલ (સંઘ જમણ) શક્તિ હોય તો વર્ષમાં એકવાર કરવા.
ઉપકારીનો ઉપકાર ક્યારેય ન ભૂલવો.
પ્રકૃતિમાંથી સાહસ અને પરાક્રમ ગુણ શીખવા જોઈએ.
સારું કાર્ય આજે જ કરો, ખરાબ કાર્ય કરો જ નહિં, કરવું પડે તો કાલ ઉપર રાખવું, સારા સજ્જન, ગુરૂજનોની સલાહ લઈને કરો.
* નાનાની ભુલ પણ સહુની સામે બતાવવી નહિં, અને તરત જ તો ન જ કહેવી. ચઢતા તાવમાં દવા ન લેવાય, સામે પુરે તરવા ન જવાય, આવેશમાં હોય ત્યારે ઉપદેશ ન દેવાય.
* સર્વ જીવો પ્રત્યે મૈત્રીપૂર્ણ પ્રેમપૂર્વક વ્યવહાર કરવો.
૧૮૭