________________
વિભાગ-૬
૧)
મૂર્ખ સાથે દોસ્તી કરવી નહિં. ઓળખાણ વિનાનો વિશ્વાસ કરે તે મુર્ખ ૨) સંબંધ વિનાની વાણી બોલે તે મૂર્ખ કારણ વિનાનો ગુસ્સો કરે તે મૂર્ખ ૪) જિનાજ્ઞા વિનાની પૂછપરછ કરે તે મૂર્ખ
૫) પ્રગતિ વિનાનું પરિવર્તન લાવે તે મૂર્ખ
બાળક, ભિખારી, હલકીજાતનાં માણસો, વેશ્યા, નીચપુરૂષ સાથે દોસ્તી ન રાખવી.
પોતાનું ઘર છોડી કામ વગર પારકા ઘરે જવું નહિં.
કોઈને ગાળ આપવી નહિં અને કલંક આપવું નહિં. કુટુંબ સાથે ક્યારેય ઝગડો કરવો નહિં.
કોઈ પુરૂષ સાથે (પતિ સિવાય) એકાંતમાં વાત કરવી નહિં. માતા - પિતા અને ગુરૂને છોડી કોઈને ખાનગી વાત કહેવી નહિં. અજાણ્યા સ્થાનમાં અજાણ્યા સાથે ક્યારેય જવું નહિં. ધન અને વિદ્યાનું અભિમાન કરવું નહિં.
* નમતાને નમવું, અભિમાન ન રાખવું.
M. C. વખતે ઝાડ નીચે બેસવું કે ખુલ્લી અગાસીમાં સુવું નહિં. ભયવાળા સ્થાનમાં જવું નહિં (સંસા૨ ભયવાળો રસ્તો છે.)
બે જણા ખાનગી વાત કરતાં હોય તો ત્યાં ઉભા ન રહેવું કે પુછવું નહિં. હિંસક પશુઓ કે મનુષ્ય ઝઘડતાં હોય ત્યાં ઉભા ન રહેવું.
માદક દ્રવ્યોનું સેવન કરવું નહિં, સેવન કરીને મશ્કરી ન કરવી. આવક પ્રમાણે ખર્ચ કરવો, અને બચત કરવી.
* વ્યસની, સ્ત્રી, પાણી, અગ્નિ, સર્પ, પૂર્વ-વિરોધી નો વિશ્વાસ ન કરવો. હંમેશા ટટ્ટાર બેસવું અને યોગાસન - ધ્યાન અર્ધો કલાક કરવા.
* જુગાર રમવો નહિં. (શેરબજાર - જુગા૨) દેવાદાર રહેવું નહિં.
ફેશન - વ્યસનનો ત્યાગ કરવો.
ઘરમાં સસરા વિગેરે વડિલોનો વિનય કરવો.
૧૮૬