________________
વિભાગ-૬
માઈફની માસ્ટર કી
વિભાગ-૬
* સૌ પ્રથમ તમે તમારી જાતને સુધારો !
* જે અનિવાર્ય હોય તે સ્વીકાર કરી લો, અને કદી ચિંતા કરશો નહિં!
* તમારી ફરજ ક્યારે ય ચૂકો નહીં, નિઃસ્વાર્થ સેવા હંમેશા કરો !
સારા કાર્યોમાં આવતાં અવરોધોથી અકળાવું નહિં.
જીવનમાં ઉચ્ચ આદર્શો હોવા જોઈએ અને એ આદર્શોને સિદ્ધ કરવા ઝઝૂમવાની તમન્ના હોવી જોઈએ.
* મુશીબતો માનવજીવનનું અનિવાર્ય અંગ છે, જે જીવન સંગ્રામમાં તમારી આત્મશ્રદ્ધા, ઈશ્વર શ્રદ્ધા અને ખમીર (સત્વ) ની કસોટી કરે છે.. ! તેથી કાર્ય છોડી ના દેશો ! સતત સત્કાર્યોમાં પરોવાયેલા જ રહો અને મનને નવરું રાખશો નહીં.
Ο
સારા-ખોટાનો વિવેક કરતાં શીખો.
લાલચમાં ક્યારે ય લપટાવું નહિં, અને દેખાદેખી-દેખાડાથી દૂર રહેવું, દેવાદાર થવાય તેવો ખર્ચ કરવો નહિ.
* જીવનમાં જરૂરિયાત ઘટાડો અને કરવા યોગ્ય કાર્ય હંમેશા કરો.
* સદ્ગુણો માટે ખંતપૂર્વક મંડી પડો.
* આધ્યાત્મિક વિકાશ માટે સતત પ્રયત્નશીલ રહેવું... !
* લોક વિરૂદ્ધ કાર્યનો ત્યાગ કરવો. (સાત વ્યસન, દારૂ, માંસ, જુગાર, ખૂન કરવું, ચોરી, પરસીગમન, વૈશ્યાગમન)
* કોઈ શિખામણ આપે ત્યારે એના પર ગુસ્સો ન કરવો.
* સત્ત્વશાળી બનવું, રમતાં રમતાં રિસાવું નહિં.
સીએ નોકરી કરવી નહીં, આર્થિક જરૂર પડે તો ઘેર બેઠાં હુન્નર કલા કાર્ય કરીને નિભાવ કરવો.
વિશ્વમાં વ્યવહાર બળવાન છે.
* શ્વાસ લેતા નવકારનું સ્મરણ કરો, રોજ ધ્યાનમાં બેસવું જોઈએ. રાતે ઘરની બહાર ન જવું, દુર્જનથી ડરતાં રહેવું.
|૧૮૫