________________
વિભાગ-૫ થાય તો ધોઈ નાખીએ છીએ, દાઝી જઈએ તો દવા લગાડીએ છીએ, ખોટ આવે તો સાવધાની રાખીએ છીએ, અને નાપાસ થઈએ તો વધારે મહેનત કરીયે છીએ તેમ બાધા લીધા પછી કદાચ તૂટી જાય તો તેનું પ્રાયશ્ચિત કરી પુનઃ પ્રતિજ્ઞામાં આવી જવાથી તે પાપ છૂટી જાય છે.
ઘણાને બાધા બંધનરૂપ લાગે છે, પણ બંધન વિના દુનિયાનાં એક પણ વ્યવહાર ચાલતા નથી.
સ્કુલમાં જતાં બાળકને સમય પ્રેસ, ફી, ક્લાસ, સ્કુલનાં નિયમોનું બંધન છે, મકાનને બારણાનુ, ટ્રેસને હુકનું, સૂટકેસને ચેઈનનું, તાળાને ચાવીનું, ફોન-ફેન-ટી.વી. ને સ્વીચનું, તપેલાને ઢાંકણનું, બાટલીને બૂચનું બંધન હોય છે, બંધન વિનાની કોઈ વસ્તુ નથી. ઉલ્ટ બંધન વગરની છે તે વસ્તુની કોઈ વેલ્યુ નથી..! ચેઈન વગરની સુટકેશ શું કામની ? ઢાંકણ વગરની બરણી શું કામની ? અરે પશુ જેવા પશુ ગાય, બકરી, ભેંસ વિગેરે પણ માલિકનાં બંધનનો સ્વીકાર કરે છે, તેથી તો માલિક તેની સાર સંભાળ કરે છે. બંધન વગરનાં હરાયા રખડું ઢોર ભૂખ, દુઃખ, તાપ સહન કરતાં કતલખાને ઘકેલાય છે...!
તેથી જેઓ પશુ કરતાં વધારે સમજણ અને બુદ્ધિવાળો માનવ જન્મ મેળવીને બંધનને સ્વીકારતા નથી તેઓ અનંત દુઃખોની પરંપરા ઉભી કરીને દુર્ગતિમાં ધકેલાય છે.
બહેનો અથાણાની બરણીને ઢાંકણું બંધ કર્યા પછી કપડું લગાવીને દોરી બાંધે છે કારણકે અથાણું બગડી ન જાય ...! ૧ વર્ષ ચાલનારા અથાણાં ને સાચવવા આટલી ચિંતા, મહેનત ...! અને મોક્ષ અપાવનારા માનવભવની ચિંતા ખરી ...? ચાલો આજથી જ ભવ આલોચનાથી શુદ્ધ બની પરમાત્માની આજ્ઞારૂપ બંધન (૧૨ વ્રત અને ૧૪ નિયમો) નો સ્વીકાર કરી માનવજન્મ સફળ કરીયે.
• તંદુરસ્તીમાં કરેલું દાન સોના જેવું...! માંદગીમાં કરેલું દાન ચાંદી જેવું
.! મરણ પછી કરેલું દાન સીસા જેવું...! પોતાની જરૂરિયાત ટૂંકાવી કે જતી કરીને અન્યનાં સુખશાંતિનો વિચાર
કરીને જે અપાય તે જ “દાન” • ભગવાનના દર્શનનો તલસાટ જાગે તો, પ્રભુ દર્શન આપ્યા વિના રહે
જ નહિ. !