________________
વિભાગ-૫
પાયનું સર્જના તમે પાપો ન કરતાં હો છતાં તમારા આત્મા ઉપર પાપો લાગ્યા જ કરે છે, કારણકે અનંત સંસાર ભ્રમણમાં અનંત ભવોમાં જે પાપોનું સેવન કર્યું છે. દા.ત. ગરોળી, વાઘ, વિછી વગેરે હિંસક પશુનાં ભવમાં જે હિંસાનું કનેકશન સ્ટાર્ટ કર્યું..., તે જ પ્રમાણે અન્ય હલકા નીચ કુળોમાં જુગાર, ખૂન, ચોરી, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, દારૂ, માંસ, વ્યસનોનું સેવન કરીને જે તે કનેકશનો લગાડ્યા તે જ્યાં સુધી કર્ ઓફ ન થાય ત્યાંસુધી એનું પાપ લાગ્યા જ કરે છે..
જેમ ભાડાનાં ઘરમાં રહેતા હોઈએ અને એકાદ મહિનો બહારગામ ફરવાના સ્થાનમાં સહકુટુંબ ઘર બંધ કરીને જઈએ ત્યારે ૧ મહિનાનું ભાડું મકાનમાલિકને ભરવું જ પડે છે, ઈલેક્ટ્રીક બિલ વિગેરે ભરવા જ પડે છે અમે નથી વાપર્યું કરીને ભાડું ન આપીયે તો ચાલતું નથી.
તેવીજ રીતે કોઈ ગામ છોડી શહેરમાં રહેવા જાય તો ગામનું તેનું મકાન વાપર્યા વગરનું પડી રહે છે, છતાં તેના ઈલેક્ટ્રીક, પાણી વિગેરેના બિલ ભરવા જ પડે છે, ત્યાં વાપર્યું નથી એવું કહેવાતું નથી .... હા જો ભાડા ચિહૂઠી રદ કરાવી હોય, વેંચી નાખ્યું હોય, તો જ ભાડામાંથી બચી શકાય છે, તેવી જ રીતે અનંત જન્મો વાઘ સિંહ બિલાડી, ગરોળી જેવા હિંસક, મુસલમાન, ક્રિશ્ચિયન, જેવા ભવોમાં જે હિંસા, ખૂન, ચોરી, જૂઠ, દારૂ વિગેરે પાપોનું સેવન કરીને અનંત પાપોનાં જે કનેકશન બાંધ્યા છે, તે કેન્સલ ન કર્યા હોવાથી તેનું પાપ લાગ્યા જ કરે છે. તેની બાધા નિયમ ન લીધાં હોવાથી...! હવે આ પાપોનું કનેકશન કેન્સલ કરાવવું એનું નામ જ બાધા' પ્રતિજ્ઞા કરવી, નિયમ લેવો, પચ્ચકખાણ કરવું છે.
ઘણાં લોકો આ બાધા લેતાં ડરે છે કે બાધા તૂટી જાય તો વધારે પાપ લાગે માટે બાધા ન લેવી, પરંતુ એ લોકોને ખ્યાલ નથી કે, બાધા લઈને તૂટી જાય તો પ્રાયશ્ચિત કરવાથી પાપ દૂર થઈ જાય છે, પણ બાધા તૂટી જવાના ડરથી જેઓ બાધા લેતા નથી તેઓને જગતમાં ચાલતા બધા પાપોનું પાપ લાગ્યા જ કરે છે, તેથી તેનું તે પાપ અતિ ભયંકર હોય છે. - પ્રતિજ્ઞા લીધા પછી તૂટે નહિ તેની કાળજી રાખવી જોઈએ. કપડા મેલા થાય છે માટે નહિ પહેરવા, કે રસોઈ કરતા દાઝી જવાય છે માટે રસોઈ ન કરવી, ભણતાં નાપાસ થવાય છે માટે ભણવું જ નહિ, ધંધો કરતા નુકશાની - ખોટ આવે છે માટે ધંધો જ નથી કરવો, એવું આપણે નથી કરતાં પણ કાળજી રાખીએ છીએ, છતાં કપડાં મેલા