________________
|૧૦|
મીઠાઈમાં નકલી વરખે, ચેતન કદી ના હરખે, કેસર, વરખને ઘી ની ખરીદી, અસલની પરખે; વાસી માવો કદી નહીં લાવે, તાજો શેકેલો સૌને ભાવે, શીતાગારમાં ખાધવસ્તુઓ, વાસી અભક્ષ્ય થાવે. ખોરી વસ્તુ ખાંસી કરે, ને વાસી ભોજન ઝેર, તીખું તળેલું બંધ કરીને, હરડે રાખવી ઘેર; ચાટે નહીં ચાટચટાકા, ફાસ્ટફૂડથી ફૂટે ફટાકા, ખાયે નહીં કાંદા-બટાકા, કંદમૂળથી કર્મસટાકા. તળવું શેકવું ધીમા તાપે, ખાવું નહીં કદી છાપે, વાસી શાક કદી ના કાપે, મીઠું નાખવું માપે; તજ લવિંગ ઈલાયચી, કાળા મરીને સાકર, પાણીમાં ઉકાળી ઠારે, કોકાકોલા ચાકર. અમૃતફળ છે આમળાં, ને ગોદૂગ્ધ છે અમૃત, ત્રીજું મળે જો વિશ્વમાં, શોધી લાવે અમૃત; ઝાડપાક સોનેરી આમળાં, કાચું સોનું ગણાય, નિત્ય આમળા સેવનથી, કાયા કંચનવર્ણી થાય. બાવળનું દાતણ કરવાથી, દાંત ચોખ્ખા થાય છે, ટૂથપેસ્ટનું બ્રશ કરવાથી, જલદી બોખા થાય છે; સાબુ સર્વેક્ષારીય દ્રવ્ય, સૌંદર્યનાશક જાણો, ઔષધિજળથી સ્નાન કરીને, સાચી ઠંડક માણો.
રાંધણગેસની સીધી આંચે, ફુલાવે નહીં રોટલી, રસોઈઘરમાં રાંધે ત્યારે, બાંધેલી રાખે ચોટલી; પાણી ગાળવા ગરણા, ને પૂંજણી ચૂલા પાસે, ગરણાને પૂંજણી વિના, ઘર કતલખાનું ભાસે. જાડા કપડે પાણી ગાળે, ત્રણ ઉકાળે ઠારે, પ્રવાહી વસ્તુ ગાળવા, ગરણાં સાત પ્રકારે; વાસ-ચિકાસ રહિત મળ પીળો, બંધાયેલો સરકે, પાણીમાં ડૂબે નહીં તેવો, મળ પરીક્ષણ ખરકે. લિપ્સિટકની નકલી લાલી, હોઠોની કરે પાયમાલી, નેઈલ પોલિશના નકલી રંગો, આરોગ્યની કરે બેહાલી; શરદઋતુ રોગની માતા, વસંતૠતુ પિતા, જીવનભર નીરોગી રહેવા, વાંચો ચરક-સંહિતા. ઘરઘરમાં રોગના ખાટલા, ને દવાખાનામાં બાટલા, ફ્રીઝના ઠંડા પાણી પીને, ભૂલી ગયાં છે માટલાં; આરોગ્યરક્ષક હરડે માતા, ત્રિફળા આરોગ્યદાતા, શક્તિદાતા પૂર્ણ ‘રસાયણ’, ઘી સાકરમાં ખાતા. પેંડા બરફી રબડી ખાયે, ઘેર બનાવી તાજા, દૂધપાકને દૂધમલાઈ, ખાવા દૂધ ને ખાજા; અસલી નકલી જાણો ભેદ, નકલીનો કરવો ઉચ્છેદ, નકલી ખાધુ તેનો ખેદ, નીરોગી રાખે આયુર્વેદ.
વિભાગ-૫