________________
ગંધકના તેજાબથી સાફ સફેદ ખાંડ ઝેર છે, ઊજળા દેખાતા ગોળમાં, કેમિકલનો કાળો કેર છે; મીઠું બગડ્યું આયોડીનથી, ડીટર્જન્ટથી ગોળ, ખાંડ બગડી સલ્ફરથી, ને ખાઈ રહ્યા છે ખોળ. ખાદ્યપદાર્થો કેમિકલથી, સફાઈદાર થાયે, અસલી ગુણો ખાનપાનના, સર્વે નાશ થાયે; શાક બધા પચવામાં ભારે, રોગ પેટના થાયે, શાકાહારના અતિરેકથી, હાડ નબળા થાયે. શાક બધાયે રોગકારક, તેજ ઘટાડે આંખોના, પોષણ મળે નહીં શાકમાં, વર્ણ બગાડે શરીરના; ટીંડોળા ખાવા નહીં ને, ભીંડામાં મૂકવા મીંડા, ટીંડોળા છે બુદ્ધિનાશક, ભારે પડશે ભીંડા. પરવળ તો છે શાકનો રાજા, દૂધી તાજામાજા, ગુણકારી કડવા કારેલાં, રાખે સાજાતાજા; વાલપાપડી વાયુકારક, તુરિયા લાવે તાવ, ગુવાર ક૨શે આફરો, ને રોજ અજમો ચાવ. શિયાળામાં ખાયે ભાજી, તબિયત રાખે તાજી, ગુણકારી છે ભાજી-પાલો, આંખો રાખે સાજી; શિરામણમાં સવારે રાબડું, ને ચા માં પાડવું ગાબડું, બપોરે ભાતાનું ડાબડું, ને ખોલવું મીઠાઈનું છાબડું.
ચા પીવાની રીતિ ખોટી, કોફીની તો પ્રીતિ ખોટી, વ્યસની છે ચોકલેટી પીણાં, ભરવી નહીં કદી લોટી; ચા-કોફીથી હ્રદય પોતાની, ગતિ વિરૂદ્ધ દંડકે, ગરમ અને ઉત્તેજક પીણાં, મતિ રહે છે ફડકે. ચા-કોફી પીણાને બદલે, ગોળનું પાણી કરકવું, ચા ને બદલે મહેમાનોને, દૂધ ગાયનું ધરવું; એલ્યુમિનિયમ છે રોગકારક, સ્ટીલ કરે છે ફારસ, નિર્લેપ તવા છે મારક, ને પિત્તળ સાચો વારસ. રસોઈ રાંધે પિત્તળમાં, ને પાણી ઉકાળે ત્રાંબુ, ભોજન કરવું કાંસામાં, તો જીવન માણે લાંબુ; ખાટી વસ્તુ કાચમાં, ને દહીં જમાવે દોણીમાં, છાશ વલોવી સહુને આપે, માખણ મળશે બોણીમાં. ખાંડેલા ધાણાં જીરું મસાલા, ત્રણ માસ રહે તાજા, શિયાળાના તેલ, ઘી, બારમાસના રાજા; સુકામેવા શિયાળામાં, બદામ બારમાસ, ઉનાળામાં ઠંડક માટે, કાળી દ્રાક્ષ છે ખાસ. શિયાળામાં એક મહિનો, ઉનાળે દિન વીસ, ચોમાસામાં પંદર દિવસ, લોટ મીઠાઈ રહે તાજા; હલવાઈની મીઠાઈ હવે, થઈ ગઈ છે ખોટી, બજારુ ફરસાણથી, ખાંસી થાય છે મોટી.
વિભાગ-૫