________________
-
૧૪
દૂધ ભેંસનું પોઢાડે, ને ઘઉં ઓઢાડે શાલ, દૂધની સાથે ફળાહારીથી ખરાબ થાયે ખાલ; દાંત વિનાના દૂધડાં પીએ, વૃદ્ધો પીએ રાબ, ખીર બનાવે વીર, ને શીરો સૌને પીર. માનવ સૌ મૂરખ થયા, ડેરીઓના દૂધ ખાય, દાક્તરોના ઘર ભરવાને, દોડી દોડી જાય; દેશી ગાયનાં દૂધ-ઘીને, આયુષ્યવર્ધક જાણો, આમળાનું જીવન ખાઈને, આયુષ્ય લાંબુ માણો. દેશી ગાયનાં દૂધ-ઘી, અખંડ આંખનો દીવો, રસોઈ રાંધી દેશી ઘીમાં, સો વર્ષ લગી જીવો; ગાયનું ઘી છે પીળું સોનું, મલાઈનું ઘી ચાંદી, વેજિટેબલ ઘી ખાઈને, સારી દુનિયા માંદી. દેશી ઘીનો સ્વાદ મઝાનો, બુદ્ધિ ભરે ખજાનો, ખેતી પશુપાલનથી માનવ, થાયે મોટા ગજાનો; ઘમ્મરવલોણે હોયે પાકું, મલાઈનું ઘી કાચું,
સ્વાદ સુગંધ ગુણ રૂપમાં, ઘી ગાયનું સાચું. દિવ્યશક્તિ છે દૂધ-ઘીમાં, આયુ અખંડ રાખે, મહાશક્તિ છે તાજું ગોરસ, આંખ કદી ના થાકે; શ્રીખંડ યૌવન અખંડ રાખે, રબડી તાજામાજા, ઘીએ રાંધે, દૂધે વાળું, રાજ કરે છે રાજા.
ગાયના ઘીમાં રસોઈ રાંધો, શરીર મજબૂત બાંધો, તલતેલની માલિશથી, દુઃખે નહીં એક સાંધો; ગાયના દૂધને ઘી ખાયે તો, આંખ કરે અજવાળા, તેલ-તમાકુ ખાનારને, આંખે થાયે અંધારાં. તલનું તેલ સર્વશ્રેષ્ઠ છે, સીંગતેલ કરે ખાંસી, કપાસિયા તેલ ઢોરનું ખાણું, ને મરચું કરે છે હાંસી; તલનું તેલ સૌને ભાવે, માલિશ રોજ કરાવે, કાળા તલનું તેલ કઢાવે, કફ-વાયુ નહીં થાવે. તલતેલની મહેક મીઠી, સ્વાદ છે મનભાવન, ઔષધીય સર્વોચ્ચ ગુણ, થઈ જાય તન પાવન; કાળા તલનું સિદ્ધતેલ, પાંથીએ પાંથીએ વાળમાં ઘાલી, હળવા હાથે માલિશ માથે, ત્રીજો માળ રહે ના ખાલી. તેલ બધાયે ખાવાથી, આંખે ચશમાં લાગે, ઘી ગાયનું ખાવાથી, ચમા જલદી ભાગે; મોજશોખના ખોટા ખરચા, છોડી દેવા મરચાં, તેલને બદલે ઘી ખાઈને, છોડવી ખોટી ચર્ચા. તેલ મરચું ને ટામેટાંથી, પિત્તવિકાર થાયે, આંખે ચશમાં જલ્દી લાગે, વાળ પાકી જાયે; હિનકક્ષાના મિશ્રિત તેલો, હાઈડ્રોજનથી જમાવે, વેજિટેબલ (ઘી) ના નામે, અનેક રોગો આવે.
વિભાગ-૫