________________
30:
રાત્રિએ નહીં ભોજનભાણા, કંદમૂળ નહીં ખાણા, બોળ-અથાણાં રોગનાં થાણાં, પરસ્ત્રીમાં નહીં ગાણા; જન્મે જે માનવ થયા, માંસાહારથી દાનવ થયા, હિંસક માંસાહારથી, અનંતા નરકે ગયા. જમણા સ્વરમાં ભોજન, ને ડાબા સ્વરમાં પાણી, ડાબી-જમણો બંને સાથે, બંધ ભોજનપાણી; ચોમાસામાં આકાશજળનું, ટાંકુ ભરવુ ખાસ, જળપ્રદૂષણથી બચવા માટે, પીવું બારે માસ. ઘઉને તો પરદેશી જાણું, જવ છે દેશી ખાણું, મગની દાળને ચોખા મળે તો, લાંબુ જીવી જાણું; ઘઉં ખાવાથી શરીર ફૂલે, જવ ખાવાથી ઝૂલે, મગને ચોખા ના ભૂલે તો, બુદ્ધિ બારણાં ખૂલે. નવા ઘઉથી પેટ દુઃખે, થાય મરડો ને આમ, ઘઉંનો મેંદો અતિશય ભારે, પેટ રહે છે જામ; ચરબીતત્ત્વ છે સૌથી ઊંચું, કફકારક છે ઘઉં, ચરબીતત્ત્વ છે સૌથી નીચું, સર્વશ્રેષ્ઠ છે જવ. જવ તો છે સોનાની લગડી, ઘઉંથી જાયે બગડી, મગની સાથે ચોખા રગડી, ઘઉંને મોલે તગડી; જવથી રહે નીરોગી કાયા, છોડવી ઘઉંની છાયા, મગની રાખવી માયા, ને ચોખા કરે છે ડાહ્યા.
ગરમાગરમ ફૂલકા તાજા, જવ છે અત્રમાં રાજા, દેશી ગાયના ઘીમાં ખાજા, શરીર રાખે સાજા; જવનો બનાવે સાથવો, મુસાફરીમાં રાખવો, ઘી સાકરમાં આથવો, ભૂખ લાગે તો ચાખવો. પૌષ્ટિક છે જુવાર ને, મરડો કરે છે ઘઉં, સાઠી ચોખા બારમાસી, સર્વશ્રેષ્ઠ છે જવ; બાજરીથી પાંખ્યું આવે, મકાઈથી ઊડે આકાશમાં, ઘઉં પછાડે ધરતી પર, ને જુવાર ઝીલે પાશમાં. ઘી-ગોળ ને જવનો આટો, બીજું બધુંયે દાટો, શિરામણમાં રાબ ગોળની, રોજ સવારે ચાટો; દૂધ ગાયનું સર્વોત્તમ છે, ભેંસનું દૂધ કનિષ્ઠ, ડેરીઓના વાસી દૂધ-ઘી, સૌથી મોટા અનિષ્ટ. દેશી ગાયના દૂધ-ઘી, ખાનપાનમાં રાજા, દૂધ-ઘી નકલી થયા ને, રોગ વગાડે વાજા; બાળક પીએ બકરી દૂઘ, ને સૌને માટે ગાય, ડેરીઓના વાસી દૂધથી, અક્કલ સૌની જાય. મોંઘી મોટરકારને બદલે, ઘેર રાખવી ગાય, નકલી દૂધ ખાનારની, મોટર ખાડે જાય; ભેંસ કહેવાયે ડોબુ, ને ગાય ગણાયે માત, બકરી અને ગો દૂછ્યના, ગુણ સદાયે ગાતા.
વિભાગ-૫