________________
નીરોગી રહેવા અસલના, દેશી ખાતરની ફસલના, તેલ-ઘી ને ગોળ સાકર, અન્ન મળે છે અસલમાં; સાજામાંદા પાળે પરેજી સબ રોગ કી એક દવા, પ્રાત:કાળે પ્રાણવર્ધક, સો દવા ને એક હવા. યુવાનીમાં પાકવસાણાં, વૃદ્ધો ખાયે ચ્યવનપ્રાશ, નાનામોટા સાન માટ, આમળાનું જીવન ખાસ; ચાય વિના તો ચેન પડે નહીં, માથા કૂટે લોકો, કે ફ ચડાવે કોફી ને કોકો, પડાવે પોકો. રસાયણોને જંતુનાશકો, ખતરનાક છે ખેલ, ખાનપાનમાં રંગ રસાયણ રહેવું નહીં ગાફેલ; ભારે ચીકણા દૂધ ભેંસના, કફથી ભારે કાયા, આળસ ઊંઘ ને લાવે જડતા, છોડવી ભેંસની માયા. બિગડી હવાએ, બિગડા પાની, બિગડા ખાવાપીના, ના સમઝે યે માનવપ્રાણી, મુશ્કિલ હો ગયા જીના; ખાનપાનની ખોટી સમજણ, વિલાયતીએ આપી, પરંપરાગત ખાનપાનની, અસલી રીતિ કાપી. ચાયની સાથે ગાંઠિયા ને ભૂસા ભજીયાને ખમણ, સવાર બપોર ને સાંજનું, થઈ ગયું છે જમણ; દાક્તરો હાજર અહીં, રોગના સ્વાગત મહીં, બનાવટી નકલી દવાઓ, કૌભાંડો ચાલે અહીં.
ખાનપાન છે. ખોટા ને થઈ ગયા છે. મોટા, રોજ ખમણને ગોટા, પછી ભરે છે લોટા; દુઃખદાયી છે દવાખાનાં, રુગ્ણાલયો છે નરકાગાર, મોંઘા માનવદેહમાં, રોગ વધ્યા છે. અપરંપાર. ભોજન અંતે પીએ છાશ, પછી પાન મુખવાસ, સાંજે વાળું દૂધ ખાસ, પાચનશક્તિ બારે માસ; ઝગમગ ઝગમગ ઝગમગે ત્રાંબા પિત્તળનાં વાસણો, સોના જેવા શોભતા કાંસાના એ વાસણો . સિમેન્ટના મકાનમાં શ્વાસ, શ્વાસ બહુ રૂંધાય છે, રોજ ઘઉં રંધાય ત્યાં સંડાસ બહુ ગંધાય છે ટૂથપેસ્ટ રેગડી મુખમાં ને દાંત સૌ ગગડી ગયા સાબુ લગાવી ચામડીને વાળ સૌ બગડી ગયા
૧૦
વિભાગ-૫
• મૈત્રી, જીવમાત્રથી આપણને નિર્ભય બનાવે છે, જ્યારે
અહિંસા જીવમાત્રને આપણાથી નિર્ભય બનાવે છે. • ઘરતી જો એના ખોદનારાને પાણી આપે છે તો આપણે
તો માણસ છીએ ! આપણું ખોદે એને આપણે પ્રેમ
ન આપી શકીએ? • ભક્તિથી દેવકૃપા મળે, વિનયથી ગુરુકૃપા મળે બુદ્ધિથી
શાસ્ત્ર-કૃપા મળે, પ્રયત્નથી આત્મકૃપા મળે