________________
વિભાગ-૫
(૧) જ્યાં વસે વાસા (અરડુસી) ત્યાં શું કરે કાસા (ખાંસી) !,
પેટ સફા (સાફ), તો દરદ દફા). (૨) આંતરડા (પેટ) ભારે તો માથું ભારે, જ્યાં હશે ગંદવાડ, ત્યા હશે મંદવાડ. (૩) જેને ઘેર તુલસીને ગાય, તેને ઘેર વૈદ ન જાય, મગ ચલાવે પગ. (૪) જો ચાર મહિના મગ ખાય, તો માણસ ઉઠે માંદા. (૫) ટાઢિયા તાવમાં તુલસીને મરી, પીવો લીંબુ શરબત કરી. (૬) જળ માટી ને ખુલ્લી હવા, કુદરતની એ ઉત્તમ દવા, સાદો ખોરાક સદા નિરોગી. (૭) જેવું ખાય અન્ન, તેવું થાય મન, જેવું થાય મન, તેવું થાય તન. (૮) સબ રોગો કે બીચ મેં, બડી દવા ઉપવાસ,
રોગ હો ભલે હજાર, ઉપાય એક ઉપવાસ (૯) ફળ સવારનાં ખાવાથી હીરા જેવું, બપારેનાં ખાવાથી સોના જેવું, સાંજનાં ચાંદી
જેવું અને રાત્રે લોખંડ જેવું. (ફળ કયારે ખાવા ને નક્કી કરો..!) (૧૦) વખત (સમય) સર્વ રોગોનો ઉત્તમ ઈલાજ છે. (૧૧) મહેનત કરીને હક્કનું ખાય તેને કદી રોગ ન થાય. (૧૨) અષાઢ મહિને સૂંઠ ખાય, તેને કયારે રોગ ન થાય. (૧૩) ગળો, ગોખરૂ, આમળા, સાકર, ઘી થી ખવાય
વૃદ્ધપણું વ્યાપે નહિ, રોગ સમૂળી જાય. (૧૪) હરડે, બહેડા, આમળા, ચોથી ચીજ ગળો;
તેનું સેવન જે કરે વ્યાધિ તેની ટળો. (૧૫) ઓકી દાંતણ જે કરે, નયણે હરડે ખાય, દૂધે વાળુ જે કરે તે ઘર વૈદ ન જાય. (૧૬) આંખે ત્રિફલા, દાંતે લૂણ, પેટ ન ભરવું ચારે ખૂણ,
જમીને ડાબે સૂવે, તેનો રોગ રણમાં રૂએ. (૧૭) ભોંય પથારી જે કરે, લોઢી ઢેબર ખાય,
તુમ્બ પાણી જે પીએ, તે ઘર વૈદ ન જાય. (૧૮) સૂરજ ખાય અને ચાંદો પીએ, તેનો રોગ રણમાં રૂએ,
તાજું ખાય વખતસર સુવે, તેનો રોગ ધરે ધરે રૂએ. (૧૯) જેની સારી દિનચર્યા, તેની સારી ભવચર્યા.
૧૪૯)