________________
વિભાગ-૫ (૨૦) બાહ્મ મુહૂર્ત ઉઠવું, કરવા શુભ વિચાર; ઉષ:પાન ના ભૂલવું પછી શૌચ સંસાર. (૨૧) કણજી, વડ કે નિમ્બનું દાંતણ શ્રેષ્ઠ ગણાય,
લાંબુ આંગળ આઠ લઈ, તાજુ નિત્ય કરાય. (૨૨) સાદુ ખાતાં, સાદુ પીતાં, હાથે ખાંડતાં, હાથે દળતાં,
મળે ખાવાને ચોખ્ખું અન્ન, રહે પ્રફુલ્લિત તન ને મન. (૨૪) ડાબે પડખે લેટવું, જમ્યા પછી ઘડીવાર,
અને દિન ના ઊંધશો, જમો ન વારંવાર. (૨૫) પાચનઅગ્નિ આપણો મોટો છે આધાર, જતન હંમેશા તેહનું કરવું સર્વ પ્રકાર. (૨૬) અમાપ ખાવું પીવું થાય, દુઃખ દર્દના મૂળ નંખાય,
શરીર તેથી માંદુ રહે, વૈદ-ડોકટરના ઘરે જવાય. (૨૭) આહાર, નિંદ્રા સંયમ કેરૂ જેને સાચું જ્ઞાન,
તનમાં તેને રોગ રહેના મનમાં ન અજ્ઞાન. (૨૮) પથ્ય ન પાળે રોગી તો કરે, શું ઔષધ કામ,
પથ્ય જો પાળે રોગી તો, ઔષધનું શું કામ. (૨૯) હેમંતે સંચિત કફ સઘળો વસંતમાં છલકાય,
તેનું શોષણ કરવા લુખા લઘુ દ્રવ્ય લેવાય. (૩૦) રાતે કદી ન જાગવું, સુવું સમયે શાંત,
ડાબે પડખે સર્વદા સ્વચ્છ સ્થળે એકાંત. (૩૧) સાંઈ ઈતના દીજીયે, જામે કુટુમ્બ સમાય,
મૈ ભી ભૂખા ના રહું, રે સાધુ ના ભૂખા જાય. (૩૨) દુધ પૌઆ ને ખીચડી, ને ઉપર ખાધું દહીં,
તાવે સંદેશો મોકલ્યો, ખાટલો પાથર્યો કે નહીં. (૩૩) ફૂટ, કાકડી ને તૂરીયા, ઉપર ખાધું દહીં,
તાવે સંદેશો મોકલ્યો ખાટલો પાથર્યો કે નહીં. (૩૪) ચોમાસાની કાકડી ને, ભાદરવાની છાશ,
તાવને તેડવા મોકલે, મૂઠીઓ વાળી નાશ. (૩૫) એઠું જુઠું ને ઉતરેલ અન્ન, રોગ કહે ત્યાં રહેવાનું મન.
૧૫૦|